PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત

|

Mar 26, 2025 | 9:07 PM

PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત

Follow us on

ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના લગભગ 14 કરોડ લોકો લાભાન્વિત થયા છે. આ યોજના હેઠળ ગુજરાતને 2021-22 થી 2024-25 દરમિયાન રૂ. 1329 કરોડની ફૂડ સબસિડી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી રજૂ કરવામાં આવી.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં PM-GKAY અંતર્ગત 2021-22માં 3.45 કરોડ, 2022-23માં 3.44 કરોડ, 2023-24માં 3.52 કરોડ અને 2024-25ના વર્ષમાં 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં 3.68 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય ખાદ્ય નિગમ (FCI) અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાદ્ય પ્રદાન અને આ વિતરણના ખર્ચ માટે રાજ્યને રૂ. 694 કરોડની સહાય પણ આપવામાં આવી છે.

ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો

PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ  સ્પષ્ટ કર્યો કે, નાણા મંત્રાલય સમગ્ર ભંડોળ ફાળવે છે, જ્યારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખાદ્ય સબસિડી અને વિતરણ માટે કેન્દ્રીય સહાય આપવામાં આવે છે.

PM-GKAY ના અમલથી, ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મહત્વપૂર્ણ ખાદ્ય સબસિડી મળી રહી છે, જે તેમના જીવનના ગુણવત્તાને સુધારવા માટે મોટું પગથિયું સાબિત થઈ રહી છે.

રાજ્યસભામાં થતી મહત્વની તમામ કાર્યવાહી અંગેના સમાચાર જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.