Vaccination : દેશભરમાં જૂન માસમાં કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે :આરોગ્ય મંત્રાલય

|

May 30, 2021 | 3:35 PM

કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે.જેના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન  ​​મહિના માટે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ માટે લગભગ 12 કરોડ ડોઝ  કેન્દ્ર  સરકાર રાજ્ય સરકારોને ફાળવશે.

Vaccination : દેશભરમાં જૂન માસમાં કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે :આરોગ્ય મંત્રાલય
ફાઈલ ફોટો

Follow us on

દેશભરમાં હાલ Corona  વેક્સિન(Vaccine)  અભિયાન ચાલી રહ્યું છે . જેમાં દરેક રાજ્યોમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેની માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે.જેના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન  ​​મહિના માટે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ માટે લગભગ 12 કરોડ ડોઝ  કેન્દ્ર  સરકાર રાજ્ય સરકારોને ફાળવશે.

છેલ્લા 24 કલાકમાં Corona વાયરસની 30,35,749 રસી આપવામાં આવી

મે 2021 માં, રસીકરણ કાર્યક્રમ માટે 7,94,05,200 ડોઝ ઉપલબ્ધ હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં Corona વાયરસની 30,35,749 રસી(Vaccine)  આપવામાં આવી છે.તેથી હાલ દેશમાં કુલ રસીકરણનો આંકડો 21,20,66,614 છે. જ્યારે દેશમાં 34 કરોડ 31 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાછલા દિવસોમાં લગભગ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો પોઝિટિવિટી રેટ 8 ટકાથી વધુ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કોરોનાની 1.82 કરોડથી વધુ રસી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 5 કરોડ 86 લાખથી વધુ ડોઝ કેન્દ્ર શાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે ઉપલબ્ધ થશે. જ્યારે મે મહિનામાં લગભગ 8 કરોડ કોરોના રસી ડોઝ આપ્યા હતા. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોનાની 1.82 કરોડથી વધુ રસી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે અને તેમને આગામી ત્રણ દિવસમાં 4 લાખથી વધુ ડોઝ મોકલવામાં આવશે.

અત્યાર સુધી કેટલી રસી અપાઈ

કેન્દ્રએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કેટેગરી અને સીધા રાજ્ય પ્રાપ્ત કેટેગરી દ્વારા 22.77 કરોડથી વધુની રસી ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે તેમાં વેડફાઇ ગયેલી અને લોકોને આપેલી વેક્સિનની કુલ સંખ્યા 20,80,09,397 છે.

દેશમાં કોરોના ચેપની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ મૃત્યુઆંકમાં માત્ર થોડો જ ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,65,553 નવા કોરોના કેસ આવ્યા છે અને 3460 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2,76, 309 લોકો કોરોનાથી સાજા થયા છે. આ અગાઉ શુક્રવારે 1,73,790 લાખ કેસ નોંધાયા હતા અને ગુરુવારે 1,86,364 લાખ નવા કેસ નોંધાયા હતા.

Next Article