105 વર્ષના વૃદ્ધાએ બનાવ્યો એક રાષ્ટ્રીય રેકોર્ડ, જાણો શું છે આ દાદીમાની સિદ્ધિ ?

|

Jun 22, 2022 | 2:40 PM

ગત સપ્તાહે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથેલેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. આ સ્પર્ધામાં દાદી મા (old women)એટલી ઝડપે દોડયાં કે રેકોર્ડ બની ગયો. દાદીએ 100 મીટરની રેસ 45.40 સેકન્ડમાં પૂરી કરી હતી.

105 વર્ષના વૃદ્ધાએ બનાવ્યો એક રાષ્ટ્રીય રેકોર્ડ, જાણો શું છે આ દાદીમાની સિદ્ધિ ?
ખેતરમાં પ્રેક્ટીસ કરતા દાદી મા

Follow us on

કહેવાય છેને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને યથાર્થ કરી છે હરિયાણાના (Haryana) એક દાદીમા એ, હરિયાણાના કાદમા ગામના રહેવાસી રામબાઇએ (old women) એક નવો રેકોર્ડ (Record)બનાવ્યો છે. આ દાદી માની ઉંમર સાંભળીને તમે ચોંકી જશો. આ દાદી માની ઉંમર છે 105 વર્ષ, આ દાદીએ 105 વર્ષની ઉંમરે દોડવામાં એક કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

દાદી માએ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો

ગત સપ્તાહે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથેલેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. આ સ્પર્ધામાં દાદી મા એટલી ઝડપે દોડયાં કે રેકોર્ડ બની ગયો. દાદીએ 100 મીટરની રેસ 45.40 સેકન્ડમાં પૂરી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ માન કૌર નામની વૃદ્ધાના નામે હતો. કે જેમણે 74 સેકન્ડમાં આ રેસ પુરી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

 

દાદીના આ રેકોર્ડથી હરિયાણામાં ખુશીનો માહોલ છે. તો દાદીમાં ના ગામમાં વિશેષ ખુશી જોવા મળી હતી. નોંધનીય છેકે પરિવારમાંથી આ ઉંમરે રમતગમતમાં નામ બનાવનાર રામબાઈ એકમાત્ર નથી. પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો પણ ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. આ પહેલાં રામબાઈ એક જ હરિફાઈમાં 100,200 મીટર દોડ, રિલે દોડ, લાંબી કૂદમાં 4 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવ્યો છે.

સવારે 4 વાગ્યે ઊઠીને દરરોજ ચાલવા જાય છે

1 જાન્યુઆરી, 1917નાં રોજ જન્મેલા રામબાઈ વૃદ્ધ એથેલેટિક્સ છે. તેમને નવેમ્બર, 2021માં વારાણસીમાં યોજાયેલી માસ્ટર્સ એથેલેટિક મીટમાં ભાગ લીધો હતો. 105 વર્ષની વયે પણ સખત મહેનતથી આગળ વધી રહ્યાં છે. વૃદ્ધ એથેલીટ રામ બાઈ ખેતરના કામો સાથે દોડવાની પ્રેક્ટિસ કરે છે. તેઓ સવારે 4 વાગ્યે ઉઠીને પોતાના દિવસની શરૂઆત કરી છે. સતત દોડીને અને ચાલીને પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત તેઓ આ ઉંમરે પણ 5-6 કિલોમીટર સુધી આરામથી દોડી લે છે.

દરરોજ 250 ગ્રામ ઘીનું ચૂરમું ખાય છે

સામાન્ય રીતે 80ની ઉંમર સુધી પહોંચેલા લોકો ખાટલામાં પડયા હોય છે. તેનાથી ઉલ્ટું રામ બાઈ 105 વર્ષની ઉંમરે પણ એક ઉદાહરણરૂપ સિદ્ધિ મેળવી છે, અને રમતગમતમાં ભાગ લઇ રહ્યાં છે. તેમનું કહેવું છે કે શરીરમાં આટલી સ્ફૂર્તિ એમ જ થોડી આવે છે. તેઓ ચૂરમું, દહીં ખાય છે અને મોટા પ્રમાણમાં દૂધ પીવે છે. 250 ગ્રામ ઘી દરરોજ રોટલી કે ચૂરમા સાથે ખાય છે અને અડધો કિલો દહીં દરરોજ જમવામાં લે છે.

પુત્ર-પુત્રવધૂ પણ ચેમ્પિયન

રામબાઈનો આખો પરિવાર રમતગમતમાં નામના મેળવી ચુક્યો છે. તેમની દીકરી 62 વર્ષના સંતરા દેવી રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યાં છે. રામ બાઈના પુત્ર 70 વર્ષના મુખ્ત્યાર સિંહે 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુત્રવધૂ ભતેરી પણ રિલે દોડમાં ગોલ્ડ અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Published On - 1:21 pm, Wed, 22 June 22

Next Article