ન્યાયતંત્ર પર કોરોનાનું ગ્રહણ! Supreme Courtના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ Covid પોઝિટિવ

|

Jan 19, 2022 | 1:47 PM

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટના(Supreme Court) 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી(Covid-19) સંક્રમિત થયા છે

ન્યાયતંત્ર પર કોરોનાનું ગ્રહણ! Supreme Courtના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ Covid પોઝિટિવ
Supreme Court (File Image)

Follow us on

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટના(Supreme Court) 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી(Covid-19) સંક્રમિત થયા છે. આ જ કારણ છે કે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ બેન્ચ નહીં બેસે. સર્વોચ્ચ અદાલતના 32 ન્યાયાધીશોમાંથી, 10 ન્યાયાધીશો અને લગભગ 3,000 કર્મચારીઓમાંથી 400 થી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે.

2 જાન્યુઆરીએ, ટોચની અદાલતે કોરોના સંક્રમણની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 3 જાન્યુઆરીથી બે અઠવાડિયા સુધી તમામ સુનાવણી ડિજિટલ(Virtual Hearing) રીતે હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. માત્ર 9 દિવસમાં સંક્રમિત જજોની સંખ્યા બમણી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બે જજ સાજા થઈ ગયા છે જ્યારે 8 જજ હજુ રજા પર છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના કર્મચારીઓનો પોઝિટીવીટી રેટ પણ 30 ટકા થઈ ગયો છે.

ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 2,82,970 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,79,01,241 થઈ ગઈ છે. તે જ સમયે, ચેપને કારણે વધુ 441 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,87,202 થઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ‘ઓમિક્રોન’ વેરિયન્ટના 8,961 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 18,31,000 થઈ ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુપ્રીમ કોર્ટ પરિસરમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા છે

જણાવી દઈએ કે કોવિડ-19 તપાસ માટે સુપ્રીમ કોર્ટ પરિસરમાં વિશેષ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને તે સોમવારથી શનિવાર સુધી ખુલ્લુ રહે છે. એક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “કોરોના વાયરસના અત્યંત ચેપી વેરિયન્ટ “ઓમીક્રોન” ફેલાવાને રોકવા અને તેના કેસોમાં અચાનક વધારાને ધ્યાનમાં રાખીને, જાહેર કરવામાં આવે છે કે જેઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રવેશ કરે છે, એટલે કે રજિસ્ટ્રી સ્ટાફ, સંકલન એજન્સીઓના કર્મચારીઓ, એડવોકેટ્સ અને તેમનો સ્ટાફ વગેરે, ખાસ કરીને જેમને કોવિડ-19 માટે સૂચિત લક્ષણો જેવા લક્ષણો છે, તેઓ કૃપા કરીને સેન્ટર ઉપર પોતાનું ટેસ્ટિંગ કરાવી શકે છે.’

દિલ્હીમાં કેસ ઘટી રહ્યા છે

દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો ચાલુ છે. મંગળવારે રાજધાનીમાં કોરોના વાયરસના 11,684 નવા કેસ જોવા મળ્યા અને 38 વધુ સંક્રમિત લોકોના મોત થયા. ચેપ દર ઘટીને 22.47 ટકા પર આવી ગયો છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પોઝિટીવીટી રેટ 27.99 ટકા હતો અને 12,527 નવા કેસ નોંધાયા હતા. સોમવારે, 50,002 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે રવિવારે 44,762 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Corona Update: અચાનક કોરોના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 2.82 લાખથી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

આ પણ વાંચો:

અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો

Next Article