હિમાચલ પ્રદેશમાં ભીષણ ભૂસ્ખલન, 10 લોકોના મોત, 50થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા

|

Aug 11, 2021 | 11:57 PM

ITBPના પ્રવક્તા વિવેક પાંડેએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર ITBPની 3 બટાલિયનોના 200 જવાન પહોંચી ગયા છે. ત્યારે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ છે. આ ભૂસ્ખલનમાં 10 લોકોના મોત થયા છે અને 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ત્યારે 50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જ્યારે એક બસ અને 6 જેટલા વાહનો પહાડના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પહાડો પરથી પથ્થરો આ વાહનો પર પડ્યા અને પથ્થર નીચે દટાઈ જતા 10 જેટલા લોકોના મોત થયા છે.

 

 

 

ત્યારે ITBP દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ITBPના પ્રવક્તા વિવેક પાંડેએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર ITBPની 3 બટાલિયનોના 200 જવાન પહોંચી ગયા છે. ત્યારે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Surat: લો બોલો.. શાસક પક્ષના નેતાને બેસવા માટે રૂપિયા 38,000ની ખુરશી ખરીદવાની દરખાસ્ત! સ્થાયી સમિતિમાં થયો વિવાદ

 

આ પણ વાંચો: હેકર્સે કરી અત્યાર સુધીની સૌથી મોટી ચોરી, 600 મિલિયન ડૉલરથી વધુની CryptoCurrency ગાયબ, રોકાણકારો રડતા થયા

Next Video