આ છે દુનિયાનો સૌથી ધનવાન ભિખારી, 2BHK ફ્લેટ, બે દુકાનો અને 7.5 કરોડની નેટવર્થ

એક એવો ભિખારી ભરત જૈન જે વિશ્વના સૌથી અમીર ભિખારી છે. તે મુંબઈના રસ્તાઓ પર વિવિધ સ્થળે ભીખ માંગતો જોવા મળે છે.

આ છે દુનિયાનો સૌથી ધનવાન ભિખારી, 2BHK ફ્લેટ, બે દુકાનો અને 7.5 કરોડની નેટવર્થ
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:02 PM

Mumbai: તમે ક્યારેય એવા ભિખારીને જોયો છે કે જેની પાસે મુંબઈ જેવા મોંઘા શહેરમાં 2 BHK ફ્લેટ, બે દુકાનો અને 7.5 કરોડની નેટવર્થ હોય? જે ભીખ માંગીને મહિનામાં 75 હજાર સુધી કમાય છે. હા એ સાચું છે. કેટલાક લોકોએ ભીખ માંગવાને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે અને તેઓ તેમાંથી ઘણી કમાણી કરી રહ્યા છે.

ભરત જૈન વિશ્વના સૌથી અમીર ભિખારી છે

રિપોર્ટ્સ અનુસાર, ભરત જૈન દુનિયાના સૌથી અમીર ભિખારી છે. તે મુંબઈની સડકો પર ભીખ માંગતો જોવા મળે છે. આર્થિક સંકડામણના કારણે ભરત અભ્યાસ કરી શક્યો ન હતો. જો કે, તે હવે પરિણીત છે અને તેની પત્ની, બે પુત્રો, ભાઈ અને પિતા સાથે મુંબઈમાં એક ફ્લેટમાં રહે છે.

ભારત મહિને 75 હજાર સુધીની કમાણી કરે છે

એક રિપોર્ટ અનુસાર ભરત જૈનું નેટવર્થ 7.5 કરોડ છે. ભીખ માંગવાથી તેમની માસિક 60 થી 75 હજારની વચ્ચે આવક છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં 1.2 કરોડ રૂપિયાનો 2BHK ફ્લેટ છે. તેની થાણેમાં બે દુકાનો છે, જેનું ભાડું દર મહિને રૂ. 30,000 સુધી છે. મહત્વનુ છે કે ભરત જૈન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન (CSMT) અથવા આઝાદ મેદાન જેવા સ્થળોએ ભીખ માંગે છે.

પરિવાર ના પાડે છે, પણ સાંભળતો નથી

આટલા ધનવાન હોવા છતાં જૈન રાજધાનીના રસ્તાઓ પર ભીખ માંગવાનું ચાલુ રાખે છે. જ્યારે ઘણા લોકો લાંબા કલાકો સુધી કામ કર્યા પછી પણ થોડાક સો રૂપિયા કમાવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે જૈન લોકોની ઉદારતાને કારણે 10 થી 12 કલાકમાં દરરોજ 2,000-2,500 રૂપિયા કમાઈ લે છે. હાલ તેમના રહેઠાણની વાત કરવામાં આવે તો જૈન અને તેમનો પરિવાર 1BHK ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં પરેલમાં નિવાસ કરે છે.

આ પણ વાંચો  : બે એન્જિનિયર-એક ટેકનિશિયન, બાલાસોર ટ્રેન અકસ્માતમાં સીબીઆઈ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ

તેમના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા છે. તેમના પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેઓ ભરતને ભીખ માંગવાથી રોકે છે, પરંતુ તે તેમની વાત સાંભળતો નથી અને દરરોજ પોશાક પહેરીને ભીખ માંગવા જાય છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો