
આ 10 વર્ષની અવિકા માટે અવિસ્મણીય દિવસ હતો. કારણ કે, તે તેની માતા સાંસદ પૂનમ મહાજન, પિતા, ભાઈ અને દાદી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળી હતી. આ મુલાકાત દરમિયાન 10 વર્ષની અવિકા રાવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથેથી તૈયાર કરેલ એક કાર્ડ ભેટ ધર્યું હતું. આ કાર્ડ તૈયાર કરવા માટે 10 વર્ષની અવિકાને બે દિવસનો સમય લાગ્યો હતો. અવિકાએ આ કાર્ડ મોરના પિંછામાંથી તૈયાર કર્યું હતું. જે વડાપ્રધાનના નિવાસસ્થાને તેણે જોયું હતું.
અવિકાએ તૈયાર કરેલ કાર્ડમાં વડાપ્રધાન માટે એક ખાસ સંદેશ પણ હતો. કારણ કે અવિકાએ પીએમ નરેન્દ્ર મોદીને ‘અજોબા’ (દાદા) તરીકે ઓળખાવ્યા હતા અને તેમના આશીર્વાદ માંગ્યા હતા. મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ બીજેપી સાંસદ પૂનમના બાળકો સાથે વાતચીત કરી હતી. તેમના પુત્રને તેના ઘોડેસવારીના અનુભવ વિશે પૂછ્યું. પીએમ મોદીએ બંને ભાઈ-બહેન વચ્ચે થતા મીઠા ઝઘડા અંગે પુછ્યું હતું. 10 વર્ષની અવિકા સાથે મજાક પણ કરી હતી.
ભાઈ બહેન વચ્ચેના ઝધડામાં સ્વભાવે શરમાળ એવી અવિકાએ વડાપ્રધાનને કહ્યુ કે “તે મારુ ખાવાનુ ખાઈ જાય છે,” આ વાત પર અવિકાને તેના ભાઈ આધ્ય સાથે ચોકલેટ્સ શેર કરવાનું યાદ અપાવતા વડાપ્રધાન હસ્યા હતા. પરંતુ જ્યારે પીએમ મોદીએ તેને તેના નામનો અર્થ પૂછ્યો ત્યારે અવિકા સૌથી વધુ પ્રભાવિત થઈ. જ્યારે પરિવારે જણાવ્યું કે તેના નામનો અર્થ ‘સૂર્યોદય’ થાય છે. ત્યારે દરેકને આશ્ચર્ય થાય એ રીતે, વડાપ્રધાન મોદીએ કહ્યું, “તેનો અર્થ ગુજરાતના અંબાજી મંદિરમાં દેવી અંબાજીનું પણ એક નામ છે.”
વડાપ્રધાન મોદી સાથે મહાજન પરિવાર
મહાજન પરિવારનો ભાજપ સાથે વર્ષો જૂનો સંબંધ છે. પૂનમ મહાજનના દિવંગત પિતા પ્રમોદ મહાજન ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓમાંના એક હતા. જેમને રાજકીય વર્તુળમાં પક્ષાપક્ષીથી પર રહીને સન્માન આપવામાં આવતુ હતુ. તેમની દિકરી પૂનમ મહાજન મહારાષ્ટ્રમાંથી બે વખત સાંસદ બન્યા છે. અવિકા, જેણે તેના બાબા (પ્રમોદ મહાજન) વિશે માત્ર વાતો જ સાંભળી છે. તેની વડાપ્રધાન સાથેની આ પહેલી મુલાકાત હતી, જ્યારે તે વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા વડાપ્રધાન મોદીને મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેણીએ ઘણીવાર તેની માતા પૂનમ મહાજન સાથે, તેના દાદા (પ્રમોદ મહાજન)ના મિત્ર તરીકે વાત જણાવતી હતી.
આ પણ વાંચોઃ શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ, અવિકાએ તેની માતા પૂનમ મહાજનને કહ્યું કે પીએમ મોદી અત્યાર સુધીના સૌથી શાનદાર વ્યક્તિ છે. 10 વર્ષની બાળકીએ વડા પ્રધાનને પૂછ્યું કે શું તેણી તેમની સાથે ફોટો ખેંચાવી શકે છે. કારણ કે તેણીના એક મિત્રનો પીએમ સાથે ફોટો છે, પરંતુ માત્ર એક ગ્રુપ ફોટો છે. અડધો કલાક સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન મહાજન રાવ પરિવારે, પીએમ સાથે જૂની વાતો કરીને ઘણીબધી યાદો તાજી કરી હતી.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 8:45 am, Tue, 28 March 23