સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

|

Oct 29, 2021 | 6:28 PM

સમીર વાનખેડે પર લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલી વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ છે.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ
Sameer Wankhede

Follow us on

Sameer Wankhede Case : સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપ પર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાતાકીય તપાસ માટે વિજિલન્સ ટીમ (Vigilance Team) સતત સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCBના ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદે NCB વિજિલન્સ ટીમની સામે 4 પાનાનું નિવેદન લખ્યું છે.

NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધી તપાસ તેજ કરી

NCB વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટરને 2 ઓક્ટોબરની સમગ્ર ઘટના ક્રમિક રીતે પૂછી હતી અને તે નિવેદનના રૂપમાં લખવામાં આવ્યું છે. પંચ પ્રભાકર અને કિરણ ગોસાવી પહેલા આશિષ રંજન (Ashish Ranjan Prashad) પ્રથમ સીઝર અધિકારી છે. આથી, તેમનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મળતા અહેવાલ અનુસાર, વિજિલન્સ ટીમે તેમનું નિવેદન નોંધતી વખતે વીડિયોગ્રાફી પણ કરી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

વિવાદોમાં ફસાયા વાનખેડે

બીજી તરફ, નવાબ મલિક NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Officer Sameer Wankhede) પર રોજ નવા ખુલાસા કરી રહ્યા છે. તેણે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન વાનખેડે પર દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠતા હતા કે આ દાઢીવાળો માણસ કોણ છે. ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો વ્યક્તિ કોણ છે.

નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા

નવાબ મલિકે કહ્યું કે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Cruise Drugs Party) દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. ઉપરાંત તેમને સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા. આથી આ વિવાદ વધુ વણસ્યો છે.

એનસીપી નેતાએ (Nawab Malik) વધુમાં કહ્યું કે સમીર વાનખેડેના પરિવારે સીએમને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે મુખ્યમંત્રીએ તેમની મદદ કરવી જોઈએ. પરંતુ મારો પરિવાર 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

Next Article