Gujarati NewsMumbaiVande Bharat train will run from Mumbai to Shirdi and Solapur
હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ
ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
Vande Bharat Express
Image Credit source: File Image
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. ભારતીય રેલવેની 9મી અને 10મી વંદે ભારત એક્સપ્રેસ સિદ્ધેશ્વર, શેરડી અને ત્ર્યંબકેશ્વરના તીર્થ નગરોને જોડશે. વડાપ્રધાન મોદી આજે બપોરે 3 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વંદે ભારત એક્સપ્રેસ એક સેમી-હાઈસ્પીડ એસી ચેયર કાર ટ્રેન સેવા છે.
આ છે વંદે ભારતનો સમય
ટ્રેન નંબર 22223 મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સવારે 6.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 20 મિનિટમાં 11.40 વાગ્યે સાઈનગર શેરડી પહોંચશે. આ દાદર,થાણે અને નાસિક રોડ પર રોકાશે.
મુંબઈ-શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા યાત્રીઓને ચેયર કાર અને એક્ઝિક્યુટીવ ચેયર કાર સીટો માટે 975 રૂપિયા અને 1840 રૂપિયા ચૂકવવા પડશે આ ભાડામાં ફૂડ સામેલ છે.
જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ નથી કરતા તો તમને ચેયરકાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટો માટે 840 રૂપિયા અને 1670 રૂપિયા ચૂકવવા પડશે.
ત્યારે સાઈનગર શેરડીથી મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું 1130 રૂપિયા અને 2020 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1300 રૂપિયા અને 2365 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ફૂડ પણ સામેલ છે.
જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ કરતા નથી તો તમારે ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
સોલાપુરથી સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું ભાડુ 1150 રૂપિયા અને 2185 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
જો તમે કેટરિંગ વગર ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર પસંદ કરશો તો તમારે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
મુંબઈ-શેરડી અને મુંબઈ સોલાપુર વંદે ભારત ટ્રેનનું શેડ્યુલ
ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે. નવી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને યાત્રાના સમયમાં 1 કલાક 30 મિનિટ બચાવવામાં મદદ કરશે, કારણ કે આ માર્ગ પર સૌથી ઝડપી ટ્રેન હાલમાં 7 કલાક 55 મિનિટનો સમય લે છે.