Mumbai: દાદરમાં શરૂ થયું પહેલું કાર પાર્કિંગ માટેનુ ડિજીટલ વેલેટ પાર્કિંગ, આ રીતે લઈ શકશો લાભ

|

May 19, 2022 | 2:49 PM

વેલેટ ડ્રાઈવર (સેવક) મુલાકાતીઓની કારને કોહિનૂર પાર્કિંગમાં (Digital Valet Parking) ત્યાં સુધી રાખશે જ્યાં સુધી ડ્રાઈવર લિંક પર ક્લિક ન કરે અને કાર પીકઅપ કરવાની વિનંતી ન કરે.

Mumbai: દાદરમાં શરૂ થયું પહેલું કાર પાર્કિંગ માટેનુ ડિજીટલ વેલેટ પાર્કિંગ, આ રીતે લઈ શકશો લાભ
Mumbai Dadar valet car parking (File Image)
Image Credit source: Tv9 Network

Follow us on

દાદર બજારમાં (દાદર વેસ્ટ) આવતા નાગરિકો માટે ગઈકાલથી એટલે કે, બુધવારથી ડિજિટલ વેલેટ પાર્કિંગની (Digital Valet Parking) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા હેઠળ સેવક તમારી કારને કોહિનૂર પબ્લિક પાર્કિંગ લોટ પર લઈ જશે. જ્યારે તમારો જવાનો સમય થશે, ત્યારે તમે સેવકને એક મેસેજ મોકલશો, ત્યારબાદ તે તમારી કાર પ્લાઝા સિનેમા પાસે લઈ આવશે. આ સુવિધા બીએમસી (BMC), મુંબઈ પોલીસ અને ટ્રેડર્સ એસોસિએશન, દાદર ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે.

પાર્કિંગ માટે રહેશે આટલો ચાર્જ

જણાવી દઈએ કે કોહિનૂર પાર્કિંગમાં 1,100 કાર પાર્ક કરવાની સુવિધા છે. ‘પાર્કિંગ પ્લસ’ મોબાઈલ એપનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ દાદર માર્કેટ માટે વેલેટ પાર્કિંગની સુવિધા મેળવી શકે છે. આ સુવિધા હેઠળ, મુલાકાતીઓ દાદરમાં પ્લાઝા સિનેમા પાસેના નિયુક્ત બૂથ પર તેમની કાર છોડી શકે છે. આ પછી બૂથ ઓપરેટર વાહનનો ફોટો ક્લિક કરશે અને કાર માલિકનો ફોન નંબર રેકોર્ડ કરશે. આ પછી વિઝિટરને લિંક સાથેનો ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે. વેલેટ ડ્રાઈવર (સેવક) મુલાકાતીઓની કારને કોહિનૂર પાર્કિંગમાં ત્યાં સુધી રાખશે જ્યાં સુધી ડ્રાઈવર લિંક પર ક્લિક ન કરે અને કાર પીકઅપ કરવાની વિનંતી ન કરે.

જો તમે આ સુવિધાનો લાભ લેવા માંગો છો, તો તમારે પ્રથમ ચાર કલાક માટે 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી, દરેક વધારાના કલાક માટે 25 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. કાર માલિકો સેવા પછી અથવા પાર્કિંગ પ્લસ એપ્લિકેશન દ્વારા અગાઉથી પાર્કિંગ ચાર્જ ચૂકવી શકે છે. આ સેવા દરરોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વધારેમાં વધારે લોકો આ સુવિધાનો ઉપયોગ કરે તેવી બીએમસીની અપીલ

બીએમસીએ કહ્યું કે મુલાકાતીઓ, દુકાનદારો, ઓફિસ જનારા અને રોજિંદા પ્રવાસીઓ આ સેવાનો લાભ લઈ શકે છે. બીએમસીએ નજીકના મેરેજ હોલ, રેસ્ટોરાં અને શોપિંગ સેન્ટરોને અપીલ કરી છે કે તેઓ કાર માલિકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે વેલેટ પાર્કિંગ સેવાનો ઉપયોગ કરવા માટે જણાવે.

જણાવી દઈએ કે ગયા વર્ષે દશેરા, દિવાળી પહેલા, વેપારી સંઘ અને બીએમસીએ પ્રથમ ત્રણ કલાક માટે ખરીદી કરવા માટે આવનારા લોકો માટે કોહિનૂર પાર્કિંગની ફ્રી વેલેટ પાર્કિંગની સુવિધા આપી હતી, ત્યારબાદ લોકોએ કહ્યું કે તેઓ પાર્કિંગની ફી ચૂકવવા તૈયાર છે. તેની સફળતાને જોતા બીએમસીએ ફરીથી વેલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરી છે. બીએમસી પાર્કિંગ સ્થળ પર વેલેટ સેવાઓ વધારવાની પણ યોજના ધરાવે છે. આખા શહેરમાં 29 સાર્વજનિક પાર્કિંગ સ્થળ છે, પરંતુ તેમાંથી ઘણાનો ઉપયોગ ઓછો થયો છે કારણ કે લોકો તેમની કાર શેરીઓમાં પાર્ક કરે છે.

Published On - 2:47 pm, Thu, 19 May 22

Next Article