કોરોનાના કેર વચ્ચે આ રાજ્યની સરકારે કર્યો નિર્ણય,10 હજાર પોલીસ જવાનની કરાશે ભરતી

|

Sep 25, 2020 | 6:02 PM

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે મંગળવારના રોજ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ પર ભાર ઓછો કરવા માટે 10 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે નાગપુરના કટોલ તાલુકામાં રાજ્ય રિઝર્વ પોલીસ દળની પૂર્ણ મહિલા બટાલિયન પણ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દ્વારા પણ કરવામાં આવી […]

કોરોનાના કેર વચ્ચે આ રાજ્યની સરકારે કર્યો નિર્ણય,10 હજાર પોલીસ જવાનની કરાશે ભરતી
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે મંગળવારના રોજ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ પર ભાર ઓછો કરવા માટે 10 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે નાગપુરના કટોલ તાલુકામાં રાજ્ય રિઝર્વ પોલીસ દળની પૂર્ણ મહિલા બટાલિયન પણ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દ્વારા પણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 778 નવા પોઝિટિવ કેસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સરકારના નિવેદન મુજબ આ નિર્ણય શરદ પવારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠકમાં રાજ્ય ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. શરદ પવારે નિવેદનમાં કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ શ્રેણીમાં 10 હજાર પોલીસકર્મીની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરી શકાય અને પોલીસ દળ પર ભાર ઓછો થઈ શકે. આ નિર્ણયથી શહેર અને ગ્રામીણ ક્ષેત્રના યુવાનોને પોલીસ દળમાં સેવા આપવાની તક મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

શરદ પવારે અધિકારીઓને કહ્યું છે કે કોરોનાના સંકટમાં કોઈપણ અડચણ વિના આ ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવે. આ સિવાય અધિકારીઓને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી માટે એક પ્રસ્તાવ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું કે મહિલા બટાલીયનમાં નવી 1384 જગ્યા ઉભી કરવામાં આવશે. આ પ્રક્રિયા 3 ભાગમાં પુર્ણ કરાશે અને મહિલા બટાલિયન માટે દરેક ભાગમાં 461 પદ ભરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:30 pm, Tue, 7 July 20

Next Article