મુંબઈમાં કોરોનાની વેક્સિન માટે ટાસ્ક ફોર્સ તૈયાર, રસી સંગ્રહ, પરિવહન અને વિતરણ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર

|

Dec 12, 2020 | 7:34 AM

આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ19 વેક્સિન માટેની તૈયારીયો યુદ્ધ ધોરણે ચાલી રહી છે.  ભારતમાં કોવિડ19 થી સૌથી વધુ પ્રભાવિત થનાર શહેર એટલે મુંબઈ. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર, સુરેશ કાકાનીની અધ્યક્ષતામાં મુંબઇની કોવિડ -19 ટાસ્ક ફોર્સે રસી સંગ્રહ, પરિવહન અને વિતરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા શુક્રવારે પ્રથમ બેઠક યોજાઈ હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ19 […]

મુંબઈમાં કોરોનાની વેક્સિન માટે ટાસ્ક ફોર્સ તૈયાર, રસી સંગ્રહ, પરિવહન અને વિતરણ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર

Follow us on

આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ19 વેક્સિન માટેની તૈયારીયો યુદ્ધ ધોરણે ચાલી રહી છે.  ભારતમાં કોવિડ19 થી સૌથી વધુ પ્રભાવિત થનાર શહેર એટલે મુંબઈ. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર, સુરેશ કાકાનીની અધ્યક્ષતામાં મુંબઇની કોવિડ -19 ટાસ્ક ફોર્સે રસી સંગ્રહ, પરિવહન અને વિતરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા શુક્રવારે પ્રથમ બેઠક યોજાઈ હતી.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ19 વૈક્સીન માટેની તૈયારિયો યુદ્ધધોરણે ચાલી રહી છે. હાલ મહારાષ્ટ્રના મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં રસી સંગ્રહ કરવાની પૂરતી સુવિધા છે. કાન્જુરમાર્ગ ખાતે મહિનાના અંત સુધીમાં વધારાની સ્ટોરેજ સુવિધાઓ તૈયાર થઈ જશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીના કહ્યા મુજબ રસી વહન માટે કોલ્ડ ચેઇન બૌક્સેઝ પણ તૈયાર છે. તૈયારી એવી છે કે બીએમસી ચાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં 1.5 – 2 લાખ સુધીની રસી સંગ્રહિત કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉપરાંત, કંજુરમાર્ગ ખાતે પાંચ માળની બિલ્ડિંગના ત્રણ માળનો સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવશે. બીએમસી પાસે 300 કોલ્ડ ચેઇન બોક્સેઝ છે જે રસીઓને સંગ્રહ સુવિધાઓથી હોસ્પિટલોમાં પહોંચાડવામાં મદદ કરશે. બીએમસી રસી બ્લેક-માર્કેટિંગની શક્યતાઓને રોકવા માટે આ બ્લુપ્રિન્ટના અમલ માટે કોઈ તૃતીય પક્ષ સામેલ કરશે નહીં.

 

500 ટીમો સેટ થશે… 

મુંબઈમાં રસીકરણ માટે પ્રત્યેક 5 લોકોની 500 ટીમોને તાલીમ આપવામાં આવશે અને તૈનાત કરવામાં આવશે. બીએમસી આરોગ્યસંભાળ કામદારો માટે મુંબઇમાં રસીકરણ માટે આઠ કેન્દ્રો સ્થાપશે. તેમાં ચાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલો અને ચાર પેરિફેરલ હોસ્પિટલો, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાંની પ્રત્યેક બે નો સમાવેશ થાય છે.

વેક્સિન ત્રણ તબક્કામાં આપવામાં આવશે
પ્રથમ તબક્કામાં, 1.25 લાખ હેલ્થકેર કર્મચારીઓને રસી આપવામાં આવશે. BMC નું લક્ષ્ય છે કે 10 થી 15 દિવસમાં આ લોકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવે. લગભગ 21 થી 28 દિવસ પછી, આ લોકોને બીજી માત્રા આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ સેવાઓ, પરિવહન, અને કન્ઝર્વેન્સી વર્કર્સ સાથે સંકળાયેલા લોકોને રસી આપવામાં આવશે.

 

ત્રીજા અને છેલ્લા તબક્કામાં, 50 વર્ષથી ઉપરના લોકો અને સહ-રોગોવાળા લોકોને રસી આપવામાં આવશે.

કાકાનીના જણાવ્યા અનુસાર, બીએમસીને જાણ કરવામાં આવી છે કે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી તાપમાનની વિવિધ જરૂરિયાતોવાળા બે પ્રકારના રસી આપવામાં આવશે. રસીકરણની દેખરેખ માટે પ્રાદેશિક સ્તરે સમિતિઓની રચના કરવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article