કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તો સોનિયા ગાંધી ભારતના પીએમ કેમ ન બની શકે ? જાણો કોણે ઉઠાવ્યો આ સવાલ

|

Sep 26, 2021 | 7:24 PM

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, જો સોનિયા ગાંધી વડા પ્રધાન બનવા માંગતા ન હતા તો તેમણે મનમોહન સિંહને બદલે શરદ પવારને પીએમ બનાવવા જોઈતા હતા.

કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તો સોનિયા ગાંધી ભારતના પીએમ કેમ ન બની શકે ? જાણો કોણે ઉઠાવ્યો આ સવાલ
શરદ પવાર અને સોનિયા ગાંધી (ફાઈલ ઈમેજ)

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) વિદેશી મૂળનો મુદ્દો 2004 માં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ (Ramdas Athawale) આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે જો ભારતીય મૂળના કમલા હેરિસ (Kamala Harris) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તો ઈટાલીમાં જન્મેલા સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન કેમ ન બની શકે ?

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (26 સપ્ટેમ્બર, રવિવાર) અમેરિકા પ્રવાસથી પરત ફર્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI) ના નેતા રામદાસ આઠવલેનું આ નિવેદન આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. હવે રામદાસ આઠવલેએ વડાપ્રધાન પદને લઈને આ પ્રશ્ન ઉઠાવ્યો છે. 2004 ની લોકસભા ચૂંટણી દરમિયાન યુપીએને (UPA) બહુમતી મળી હતી. ત્યારે રામદાસ આઠવલેએ પણ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા સંમતિ આપી હતી. આજે તેમણે ફરી આ મુદ્દો દોહરાવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

યુપીએને બહુમતી મળી ત્યારે સોનિયા ગાંધીએ પીએમ બનવું જોઈતું હતું

‘જો સોનિયા ગાંધીને પીએમ બનવું ન હતુ તો શરદ પવારને પીએમ બનાવવા જોઈતા હતા’

આજે તેની આ પ્રતિક્રિયામાં રામદાસ આઠવલેએ કહ્યું કે ‘ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે, તો સોનિયા ગાંધી ભારતીય નાગરિક અને સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીની પત્ની અને લોકસભા સાંસદ તરીકે પીએમ કેમ ન બની શકે ? સોનિયા ગાંધીએ 2004 માં વડાપ્રધાન બનવું જોઈતું હતું. જો તેઓ વડાપ્રધાન બનવા માંગતા ન હતા તો તેમણે કોંગ્રેસને મજબૂત કરવા માટે વરિષ્ઠ નેતા શરદ પવારને વડાપ્રધાન બનાવવા જોઈતા હતા.

આગળ બોલતા આઠવલેએ કહ્યું, ‘શરદ પવાર એક લોકનેતા છે. વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે. પરંતુ કોંગ્રેસે મનમોહન સિંહને (Manmohan Singh) વડાપ્રધાન બનાવ્યા. જો શરદ પવાર 2004 માં વડાપ્રધાન બન્યા હોત તો આજે કોંગ્રેસની આ હાલત ન હોત.

એનસીપીની રચના 1999 માં થઈ હતી, ત્યારથી કોંગ્રેસનું ક્રમશ: પતન થઈ રહ્યું છે.

સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવાના મુદ્દે શરદ પવારે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે 1999 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની રચના કરી. ત્યારથી, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે.

આ પછી, ધીમે ધીમે મહારાષ્ટ્રના કેટલાક કદાવર કોંગ્રેસી નેતાઓ હાંસિયામાં ધકેલાંતા ગયા, કેટલાક કૌભાંડોમાં ફસાઈ ગયા, કેટલાક મૃત્યુ પામ્યા. એટલે કે, રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ નબળું પડતું ગયું અને એનસીપી કોંગ્રેસ પર હાવી થતી ગઈ. આજે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં તેના અસ્તિત્વ માટે લડી રહી છે.

જો તે સત્તામાં ભાગીદાર બને તો એનસીપી અને શિવસેના સામે તેની સ્થિતિ નાની રહે છે. જો કોંગ્રેસ સત્તામાંથી બહાર જાય તો તેના માટે કોઈ રસ્તો બચશે નહી. આજે એનસીપી અને શિવસેના બંને પાસે પસંદગી છે. આ બંને પક્ષો ભવિષ્યમાં ભાજપ સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે.

જ્યારે કોંગ્રેસની પરીસ્થીતી વિકટ છે ન તો તે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. ન તો એકલા હાથે સરકાર રચી શકે છે. એનસીપી અને શિવસેના સાથે બની રહે તો આ પાર્ટીઓ સામે તેની કોઈ સમ્માન જનક સ્થીતી નથી.

 

આ પણ વાંચો :  TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

Next Article