Mumbai: બીએમસી શીખવાડશે યોગ, 1લી જુનથી મુંબઈમાં શરૂ થશે શિવ યોગ કેન્દ્રો

|

May 22, 2022 | 3:35 PM

આ યોગ કેન્દ્રો (yoga centers) માટે બજેટમાં 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈમાં (Mumbai) કુલ 200 શિવ યોગ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આમાંથી 100 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ માટે ટ્રેનર્સની એક પેનલ પણ બનાવવામાં આવશે.

Mumbai: બીએમસી શીખવાડશે યોગ, 1લી જુનથી મુંબઈમાં શરૂ થશે શિવ યોગ કેન્દ્રો
Shiv Yog Kendra (Symbolic Image)
Image Credit source: TV9 Marathi

Follow us on

આજના વ્યસ્ત જીવનમાં લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. પરિણામે, લોકો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા અનેક રોગોથી પીડાય છે. આવી સ્થિતિમાં લોકોને ફિટ રાખવા માટે બીએમસીએ (BMC) હવે ‘શિવ યોગ કેન્દ્ર’ (Shiv yoga center) શરૂ કરવાની દિશામાં પગલું ભર્યું છે. આ કેન્દ્ર માટે યોગ પ્રશિક્ષકોની ભરતી માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ માટે દરેક વોર્ડ માટે અલગ ઈમેલ આઈડી આપવામાં આવશે. બીએમસીએ જૂનમાં યોગ કેન્દ્ર શરૂ કરવાનો દાવો કર્યો છે.

જણાવી દઈએ કે આ વર્ષના નાણાકીય બજેટમાં મુંબઈકરોને સ્વસ્થ રાખવા માટે બીએમસી દ્વારા કેટલીક નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં અગ્રણી રીતે હિંદુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે (HBT) ક્લિનિક અને શિવ યોગ કેન્દ્ર હતા. બીએમસીએ આ યોજનાઓને લાગુ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલ વ્યક્તિગત રીતે યોજનાના અમલીકરણની દેખરેખ રાખી રહ્યા છે. જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રથમ 13 HBT ક્લિનિક્સ શરૂ કરવાની સમયમર્યાદા સંબંધિત વિભાગોને આપવામાં આવી છે.

આ છે વ્યવસ્થા

સાર્વજનિક હોલ, બીએમસી અને ખાનગી શાળાના હોલ, લગ્ન હોલ વગેરેમાં યોગ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. સત્ર શરૂ કરવા માટે 30 લોકોનું જૂથ બનાવવામાં આવશે. બીએમસીના જણાવ્યા અનુસાર, આ કોર્સ 3 મહિનાનો હશે. દર મહિને 20 સત્રો હશે. યોગ પ્રશિક્ષકો અઠવાડિયામાં 5 દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી કેન્દ્રમાં હાજર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દરેક સત્ર માટે હજાર રૂપિયાની ચુકવણી

દરેક સત્ર માટે બીએમસી 1000 રૂપિયાની ચૂકવણી માટે તૈયાર છે. સત્ર 2 કલાક સુધી ચાલશે, એટલે કે સવારે 6 થી 8 વાગ્યા સુધી. એક સમર્પિત ઈમેલ આઈડી બનાવવામાં આવશે અને તેનો પ્રચાર કરવામાં આવશે. જેમાં વિસ્તારના 30 લોકોનાં જૂથને શિવ યોગ કેન્દ્ર દ્વારા યોગની તાલીમ આપવામાં આવશે. બીએમસી યોગ માટે તમામ સુવિધાઓ મફતમાં આપશે. સામુદાયિક સ્તરે તાલીમ આપવા માટે પ્રશિક્ષકને નામાંકિત યોગ સંસ્થા સાથે જોડવામાં આવશે. આ તાલીમ માટે, પ્રશિક્ષક અને BMC વચ્ચે એક એમઓયુ થશે, જે દર છ મહિને રિન્યુ થશે.

સેવા પ્રદાતા માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે

  •  સેવા પ્રદાતાએ 2 વર્ષ માટે કોઈપણ યોગ સંસ્થામાં નોંધણી કરાવેલી જોઈએ.
  • સર્ટિફિકેશન બોર્ડ અથવા યોગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના નિયમો અનુસાર પ્રશિક્ષક પાસે યોગનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • યોગ આપવા માટે લાયક અને કુશળ યોગ શિક્ષકો/પ્રશિક્ષકો હોવા જોઈએ.
  • પ્રશિક્ષકોને સામાન્ય યોગ પ્રોટોકોલમાં તાલીમ આપવી જોઈએ.
Next Article