મહાવિકાસ અઘાડીની એક્તામાં ફૂટ? શિવસેનાના એક નિર્ણયથી કોંગ્રેસનું વધ્યું ટેન્શન, જાણો શું છે સમગ્ર મામલો

|

Jun 12, 2022 | 9:43 PM

રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી-કોંગ્રેસ (Congress) તરફથી અપેક્ષિત મદદ ન મળ્યા બાદ શિવસેના (Shiv Sena) હવે કહી રહી છે કે 'બધા પોતાનું જુઓ, વિધાન પરિષદની ચૂંટણીમાં અમારી પાસેથી પણ અપેક્ષા ન રાખો'.

મહાવિકાસ અઘાડીની એક્તામાં ફૂટ? શિવસેનાના એક નિર્ણયથી કોંગ્રેસનું વધ્યું ટેન્શન, જાણો શું છે સમગ્ર મામલો
CM Uddhav Thackeray, NCP chief Sharad Pawar, Congress state president Nana Patole (file Image)

Follow us on

રાજ્યસભાની ચૂંટણીમાં મળેલી હારથી શિવસેનાને (Shiv Sena) ભારે આઘાત લાગ્યો છે. શિવસેનાના નેતાઓ અને કાર્યકરોમાં એવી લાગણી છે કે ‘દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હે’. એનસીપી અને કોંગ્રેસના (Congress) સમર્થક ગણાતા અપક્ષ ધારાસભ્યે ભાજપના ઉમેદવાર ધનંજય મહાડિકની તરફેણમાં મતદાન ન કર્યું હોત અને શિવસેનાના ઉમેદવારને મત આપ્યો હોત તો શિવસેનાના બીજા ઉમેદવાર સંજય પવાર પણ જીતી શક્યા હોત. હવે સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને પણ કડક નિર્ણય લીધો છે. અત્યાર સુધી શિવસેના મહા વિકાસ આઘાડીની એકતાનો દાવો કરતી વખતે કહેતી હતી કે ‘અમે આ મિત્રતા તોડીશું નહીં’.

રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી-કોંગ્રેસ તરફથી અપેક્ષિત મદદ ન મળ્યા બાદ શિવસેના હવે કહી રહી છે કે ‘બધા પોતાનું જુઓ, વિધાન પરિષદની ચૂંટણીમાં અમારી પાસેથી પણ અપેક્ષા ન રાખો’. એવો સંદેશો આપીને શિવસેનાએ કોંગ્રેસને ભારે ટેન્શન આપ્યું છે. 20 જૂને વિધાન પરિષદની 10 બેઠકો માટે ચૂંટણી છે. નંબર ગેમ પ્રમાણે ભાજપના ચાર ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત છે. એ જ રીતે NCP અને શિવસેનાના બે-બે ઉમેદવારો સરળતાથી ચૂંટાઈ શકે છે. કોંગ્રેસના એક ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે, પરંતુ બીજા ઉમેદવારની જીત માટે તેને શિવસેના અને એનસીપીના સહકારની જરૂર પડશે. પરંતુ શિવસેનાના આ નિર્ણયથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે.

આ છે વિધાન પરિષદમાં જીતનું ગણિત, કોણ રહેશે ફ્લોપ, કોણ રહેશે હિટ?

વિધાનસભા જીતવા માટે દરેક ઉમેદવારને 27 વોટની જરૂર છે. 44 ધારાસભ્યોની સંખ્યા ધરાવતા કોંગ્રેસના ધારાસભ્યને 27 મત મળ્યા બાદ 17 મત બચે છે. આવી સ્થિતિમાં ઉમેદવાર સરળતાથી પસંદ થઈ શકે છે. પરંતુ જો બીજા ઉમેદવાર માટે શિવસેના અને એનસીપીની મદદ નહીં મળે તો કોંગ્રેસને બાકીના 10 વોટ ક્યાંથી મળશે, તે મહત્વનો પ્રશ્ન છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ ઉપરાંત મહા વિકાસ આઘાડી અને કોંગ્રેસની છાવણીમાં વધુ એક બાબતને લઈને ચિંતા છે. રાજ્યસભાની જેમ વિધાન પરિષદમાં પણ ગુપ્ત મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ભાજપ ફરી એકવાર કોંગ્રેસ, એનસીપી, શિવસેનાના સમર્થક અપક્ષ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેવામાં સફળ ન થઈ જાય આ બાબત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું ટેન્શન વધારી રહી છે.

Next Article