શિરડી સાંઈબાબા મંદિરમાં સુરક્ષા કર્મીઓને થાપ આપી ઘુસી મહિલા, વાંચો શું કરી એક ભુલ અને પહોચી પોલીસ મથક

|

Jun 30, 2020 | 3:04 PM

કોરોનાની મહામારી વચ્ચે દેશભરનાં ધર્મસ્થળ હાલમાં બંધ છે અને દરમિયાન લોકો પણ લોકડાઉનનાં નિયમોનું પાલન કરી રહ્યા છે જેથી કરીને તેને ફેલાતો રોકી શકાય. મહારાષ્ટ્રમાં આવેલા શિરડી સાંઈ ટ્રસ્ટ પણ લોકડાઉનનું સખ્તાઈ પૂર્વક પાલન કરી રહ્યું છે. આ સ્થળે પણ હાલ સાંઈબાબાનું મંદિર ભક્તો માટે બંધ છે, તેવામાં એક મહિલાએ લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચોરીછુપીથી […]

શિરડી સાંઈબાબા મંદિરમાં સુરક્ષા કર્મીઓને થાપ આપી ઘુસી મહિલા, વાંચો શું કરી એક ભુલ અને પહોચી પોલીસ મથક
http://tv9gujarati.in/shirdi-sai-baba-…-ma-ghusi-mahila/

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે દેશભરનાં ધર્મસ્થળ હાલમાં બંધ છે અને દરમિયાન લોકો પણ લોકડાઉનનાં નિયમોનું પાલન કરી રહ્યા છે જેથી કરીને તેને ફેલાતો રોકી શકાય. મહારાષ્ટ્રમાં આવેલા શિરડી સાંઈ ટ્રસ્ટ પણ લોકડાઉનનું સખ્તાઈ પૂર્વક પાલન કરી રહ્યું છે. આ સ્થળે પણ હાલ સાંઈબાબાનું મંદિર ભક્તો માટે બંધ છે, તેવામાં એક મહિલાએ લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચોરીછુપીથી સાંઈ ટ્રસ્ટમાં ઘુસી ગઈ અને સેલ્ફી પણ લીધી જે વાયરલ થઈ ગયા બાદ પોલીસે તેની સામે ફરીયાદ દાખલ કરી દીધી છે.

            મળતી માહિતિ પ્રમાણે ભક્તો અને ભીડ સિવાય ચઢાવાની દ્રષ્ટીએ દેશમાં બીજી નંબરે આવતા દેવસ્થાન શિરડી સાંઈ સંસ્થા હાલમાં ભકતો માટે બંધ છે. ટ્ર્સ્ટ લગાતાર તેના ભક્તોને અપીલ કરી રહ્યું છે કે તે ઘરમાં જ રહે અને ત્યાંથી જ બાબાની ભક્તિ કરે. પરંતુ ટ્રસ્ટની આ અપીલની અસર શિવપ્રિયા કૌશિક નામની મહિલા પર કોઈ અસર ન થઈ અને ગુરૂવારનાં દિવસે આ મહિલા મંદિર પરિસરમાં ચોરી છુપેથી ઘુસી ગઈ, આટલેથી ન અટકતા તેણે મંદિરમાં સેલ્ફી લીધી જે તેણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી દીધી. જન્મદિવસ પ્રસંગે શિવપ્રિયા કૌશિક શિરડી સાંઈ બાબા મંદિરનાં સુરક્ષા કર્મીઓની આંખમાં ધુળ નાખીને અંદર પહોચી ગઈ હતી. તેણે દર્શન કરીને મંદિર પરિસરમાં કેક સાથે સેલ્ફી લઈને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી દેતા વિવાદ સર્જાયો હતો.

            મંદિર ટ્રસ્ટે આ ઘટના બાદ પોલીસ મથકમાં તેની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરાવી દીધો હતો. પોલીસે મહામારી ભંગનાં કાયદા મુજબ કાર્યવાહી કરી લીધી છે. ઘટના પછી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, તેમણે આક્ષેપ કર્યો હતો કે લોકડાઉનનાં કાયદાનો કડક અમલ થઈ રહ્યો હતો તો મંદિરમાં મહિલા અંદર કેવી રીતે પહોચી તેના પર તપાસ થવી જરૂરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article