‘હું રાષ્ટ્રપતિ પદની રેસમાં નથી’ મમતા બેનર્જીની વિપક્ષી પાર્ટીઓની બેઠક પહેલા શરદ પવારનું મહત્વનું નિવેદન

|

Jun 14, 2022 | 6:04 PM

મમતા બેનર્જીએ આવતીકાલ 15મી જૂનના રોજ વિરોધ પક્ષોની સંયુક્ત બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શરદ પવારના નામની ચર્ચા થશે કે કેમ ? અને જો શરદ પવાર (Sharad Pawar, NCP) નહીં તો વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે ? દરેકની નજર આના પર છે.

હું રાષ્ટ્રપતિ પદની રેસમાં નથી મમતા બેનર્જીની વિપક્ષી પાર્ટીઓની બેઠક પહેલા શરદ પવારનું મહત્વનું નિવેદન
NCP chief Sharad Pawar addressing NCP workers
Image Credit source: Twitter

Follow us on

શરદ પવારના (Sharad Pawar NCP) રાજકારણને સમજવું એ સમુદ્રની ઊંડાઈ માપવા જેવું છે. પરંતુ જેઓ શરદ પવારની રાજનીતિને થોડું પણ સમજે છે, તેઓ એટલા અજ્ઞાની પણ નથી કે જેઓ એ નથી સમજતા કે જ્યાં સુધી પવારને જીત નજીક ન દેખાય ત્યાં સુધી તેઓ નસીબ અજમાવતા નથી. તેથી જ તેઓ સત્તા સાથે બની રહે છે અને સત્તા બાદ પણ તેઓ સ્થિર રહે છે. હવે જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના અને લગભગ TRS અને DMK સુધી એટલે કે વિપક્ષની લગભગ સંપુર્ણ તાકાત શરદ પવારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (Presidential Election 2022) બનાવવા માટે તૈયાર છે. ત્યારે શરદ પવારે નિવેદન આપ્યું છે કે, તેઓ રાષ્ટ્રપતિ પદની રેસના દાવેદાર નથી.

આવતીકાલે (15 જૂન, મંગળવાર) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરવા માટે મમતા બેનર્જીએ વિરોધ પક્ષોની સંયુક્ત બેઠક બોલાવી છે. ભાજપ સામે મજબૂત ઉમેદવાર તરીકે શરદ પવારનું નામ સામે આવી રહ્યું છે. ગુરુવારે, કોંગ્રેસ વતી મલ્લિકાર્જુન ખડગે પણ તેમને મુંબઈમાં મળ્યા હતા અને ત્યારબાદ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન સાથે ફોન પર વાત કરી હતી. રવિવારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ પવાર સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે ખૂબ જ યોગ્ય ઉમેદવાર છે. ‘આપ’નો તેમને સંપૂર્ણ સહયોગ મળશે.

મમતા બેનર્જી પહેલા જ પોતાની સંમતિ દર્શાવી ચૂક્યા છે. એટલે કે આવતીકાલે યોજાનારી સંયુક્ત બેઠક પહેલા લગભગ સમગ્ર વિપક્ષ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા તૈયાર હતા, પરંતુ શરદ પવાર ઉમેદવાર બનવા તૈયાર નથી. હવે આવતીકાલની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શરદ પવારના નામની ચર્ચા થશે કે કેમ? અને જો શરદ પવાર નહીં તો વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે? દરેકની નજર આના પર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શરદ પવારે કહ્યું ‘હું રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર નથી’

જણાવી દઈએ કે શરદ પવારની પાર્ટી NCPની ગઈ કાલે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠકમાં શરદ પવારે તેમના તરફથી સ્પષ્ટ કર્યું કે વિપક્ષે તેમના નામ પર વિચાર ન કરવો જોઈએ. તેમને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોઈ રસ નથી. શરદ પવારે આ સ્પષ્ટતા કર્યા બાદ વિપક્ષી છાવણીમાં નિરાશા છે.

રાષ્ટ્રપતિ પદ ખૂબ મુશ્કેલ, શરદ પવાર જાણે છે અગ્નિપથની વાસ્તવિકતા

શરદ પવાર ખેતીના જેટલા જ જાણકાર છે તેટલા જ તેઓ ક્રિકેટના પણ જાણકાર છે. તેથી જ તેઓ મોકો જોઈને ચોંકો મારે છે. વિકેટ ફેંકવાનો વ્યર્થ પ્રયાસ કરતા નથી. આંકડાની રમતના મામલે ભાજપ અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. લોકસભામાં બહુમતી સાથે ભાજપની સ્થિતિ રાજ્યસભામાં અને લગભગ અડધી વિધાનસભાઓમાં મજબૂત છે. આવી સ્થિતિમાં ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની ખૂબ નજીક છે. તો શા માટે શરદ પવારે હાથ બાળવો જોઈએ? તેથી જ પહેલા પણ જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે પણ તેમણે આ પ્રશ્ન ટાળ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આટલા જલ્દી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગતા નથી.

Next Article