Maharashtra : મહારાષ્ટ્રમાં ઓનલાઈન એપ ‘બુલ્લી બાઈ’ને લઈને ભારે હંગામો થયો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી સતેજ ડી. પાટીલે (Satej Patil) બુલ્લી બાઈ એપને લઈને પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘આવા ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) મહિલાઓ માટે સાંપ્રદાયિક નફરતથી ભરેલા છે. તેણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક અને શરમજનક છે. મહારાષ્ટ્ર સરકાર આવા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરશે.’
આ ડિઝિટલ એપને લઈને તેણે કહ્યું કે મેં આ માટે તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્ર સાયબર પોલીસ(Maharashtra Cyber Police) અને મુંબઈ સાયબર સેલે પહેલાથી જ તપાસ શરૂ કરી દીધી છે અને આ સંદર્ભમાં FIR પણ નોંધવામાં આવી રહી છે. ખાતરી રાખો, અમે દોષિતો સામે કડક પગલાં લઈશું.
Maharashtra Cyber Police and Mumbai Cyber Cell have already initiated the inquiry and an FIR is being filed in this regard. Be assured, we will take this to a logical end with the culprits facing the law. https://t.co/H5qZ3tkixe
— Satej (Bunty) D. Patil (@satejp) January 1, 2022
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક એપ પર સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ(Priyanka Chaturvedi) શનિવારે કહ્યુ હતુ કે, હોસ્ટિંગ પ્લેટફોર્મ GitHubનો ઉપયોગ કરીને સેંકડો લઘુમતિ મહિલાઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. તેણે આ મામલો મુંબઈ પોલીસ સમક્ષ ઉઠાવ્યો છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈ પોલીસને ફરિયાદ કરીને દોષિત વિરુધ્ધ ધરપકડ કરવાની માંગ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે મેં મુંબઈ પોલીસ કમિશનર અને ડીસીપી ક્રાઈમ રશ્મિ કરંદીકર જી સાથે વાત કરી છે. સાથે જ મેં મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) સાથે પણ આ બાબતે દરમિયાનગીરી કરવા વાત કરી છે. આશા છે કે આ પ્રકારની ખોટી સાઈટ પાછળના લોકો પકડાઈ જશે.”
આ પણ વાંચો : Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા