Maharashtra: BJP નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya) શુક્રવારે અલીબાગના કોરલાઈ ગામમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પત્ની મનીષા વાયકરના 19 બંગલોની તપાસ કરવા માટે રવાના થયા છે. તમને જણાવી દઈએ કે, કિરીટ સોમૈયા સવાલ ઉઠાવી રહ્યા છે કે આ 19 બંગલા મુખ્યમંત્રીની પત્નીના નામે લેવામાં આવ્યા છે.
જ્યારે શિવસેનાના સાંસદ સંજય(Sanjay Raut) રાઉતે મંગળવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે કોરલાઈ ગામમાં રશ્મિ ઠાકરેના નામે આવો એક પણ બંગલો નથી.ઉપરાંત તેણે કિરીટ સોમૈયાને કહ્યુ કે આ બંગલા બતાવો, નહીં તો શિવસૈનિકો તેને ચપ્પલથી મારશે. ત્યારે કિરીટ સોમૈયા આજે તે બંગલાની તપાસ કરવા કોરલાઈ ગામ પહોંચી રહ્યા છે.
આજે જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે કિરીટ સોમૈયા કોરલાઈ ગામ જવા રવાના થઈ ગયા છે તો આ અંગે તેમનો શું અભિપ્રાય છે તો તેના જવાબમાં સંજય રાઉતે કિરીટ સોમૈયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજય રાઉતે તેમને લફંગા, ચોર અને રિકવરી બાઝ કહ્યા. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે કિરીટ સોમૈયાએ મરાઠી ઉદ્યોગસાહસિક અને આર્કિટેક્ટ અન્વય નાઈકને બે વાર ધમકી આપી હતી. સંજય રાઉતે કિરીટ સોમૈયાને પાગલ ગણાવ્યા અને કહ્યું કે કિરીટ સોમૈયા પુત્ર સાથે જેલમાં જશે.
સંજય રાઉતે વધુમાં કહ્યુ કે,’કોણ છે કિરીટ સોમૈયા ? અહીં અને ત્યાં ફરતા રહો. તેઓ જેલમાં જવાનો રસ્તો શોધી રહ્યા છે.તેઓ બંગલા શોધવા જઈ રહ્યા છે, શું આ કોઈ સમાચાર છે ? બંગલા ક્યાં છે તે બતાવો. અમે પહેલેથી જ કહ્યું છે કે, તેમના સપનામાં બંગલા દેખાય છે. તેની બેનામી સંપત્તિ જ તેના સપનામાં જોવા મળી હશે.
સંજય રાઉતે કહ્યું, ‘અન્વય નાઈક જેવા મરાઠી ઉદ્યોગપતિએ ભાજપના દબાણને કારણે આત્મહત્યા કરી, કારણ કે આ લોકો અર્નબ ગોસ્વામીને બચાવી રહ્યા હતા. કિરીટ સોમૈયાએ તેને ધમકી આપી હતી કે તે અર્નબ પાસે તે પૈસા નહીં માંગે, બિલ નહીં મોકલે. કારણ કે આ લોકો અર્નબ ગોસ્વામીને બચાવી રહ્યા હતા. મારી પાસે સંપૂર્ણ માહિતી છે. તેને બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આ પછી અન્વય નાઈકે આત્મહત્યા કરી લીધી. ભાજપના લોકોએ જ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા.
આ પણ વાંચો: Maharashtra : કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યુ ‘શિવ જયંતિ પર માફી માગે PM મોદી’,જાણો શું છે સમગ્ર મામલો ?