Sameer Wankhede Case: NCPના નેતા નવાબ મલિકે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ રોજ નવા ખુલાસો કરી રહ્યા છે. તેમાંથી એક ખુલાસો સમીર વાનખેડેની (Sameer Wankhede) જાતિ અને ધર્મ વિશે છે. નવાબ મલિકે દાવો કર્યો હતો કે સમીર વાનખેડે મુસ્લિમ છે. પરંતુ અનામતનો લાભ લેવા તેણે પોતાને અનુસૂચિત જાતિ હોવાનું જણાવીને નોકરી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે નવાબ મલિકે (Nawab Malik) અગાઉ સમીર વાનખેડેનું જન્મ પ્રમાણપત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જ્યારે આજે તેમણે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ગંભીર આરોપ લગાવ્યા હતા.
ત્યારે સમીર વાનખેડેએ મલિકને જવાબ આપતા કહ્યું કે તે અને તેના પિતા હિન્દુ(Hindu) છે. પરંતુ તેમની માતા મુસ્લિમ હતા. ભારત પ્રગતિશીલ વિચારસરણીનો દેશ છે. માતાની આજ્ઞા પાળવા તેણે નિકાહ કરાવ્યા. એમાં ખોટું શું હતું? નિકાહનામા કાનૂની દસ્તાવેજ નથી. તેના કોઈપણ કાયદાકીય દસ્તાવેજોમાં તેના મુસ્લિમ હોવાનો કોઈ પુરાવો નથી. સમીર વાનખેડે દાવો કર્યો કે તેણે ક્યારેય ધર્મ પરિવર્તન કર્યું નથી.
આ અંગે સમીર વાનખેડેના પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે “કોઈ મને અથવા મારા પુત્રને પ્રેમથી ચુન્ના અથવા મુન્ના કહી શકે છે અથવા કોઈ તેને દાઉદ કહી શકે છે. આમાં મારા પુત્રનો શું વાંક છે. હું બાળપણથી હિન્દુ હતો. જ્યારે તે મોટો થયો ત્યારે તે હિન્દુ હતો.મેં એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા, મારા પુત્રની પ્રથમ પત્ની ચોક્કસપણે મુસ્લિમ હતી, પરંતુ અમે ક્યારેય અમારો ધર્મ(Religion) બદલ્યો નથી. મારી પત્નીની લાગણીઓને ધ્યાનમાં રાખીને મેં ક્યારેય તેના પરિવારના સભ્યોને તેઓ અમને કયા નામથી બોલાવે છે તેનો વિરોધ કર્યો નથી, મલિક અમને બિનજરૂરી પરેશાન કરી રહ્યા છે”.
સમીર વાનખેડેની અભિનેત્રી પત્ની ક્રાંતિ રેડકરે (Kranti Redkar) કહ્યુ કે, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમીર વાનખેડેના પ્રથમ લગ્ન થયા હતા. લગ્નના કાગળોમાં પણ ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે સમીર મુસ્લિમ છે. સમીરે તેની માતાના સંતોષ માટે નિકાહનામા કરાવ્યું હશે, પરંતુ નિકાહનામા કાનૂની દસ્તાવેજ નથી.
આ પણ વાંચો: સમીર વાનખેડેની વધી મુશ્કેલીઓ, વાનખેડેના પહેલા લગ્નના સાક્ષી મૌલાના મુઝમ્મિલે કર્યો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો
Published On - 5:13 pm, Wed, 27 October 21