ધમકી મળ્યા બાદ સલમાન ખાન હૈદરાબાદની ઉડાન ભરશે, સલીમ ખાન સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા

|

Jun 06, 2022 | 8:48 PM

મુંબઈ પોલીસની (Mumbai Police) ટીમ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી બહાર આવી છે. ધમકીભર્યા પત્ર અંગે મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનની પૂછપરછ કરી હતી. હવે તેમનું સત્તાવાર નિવેદન નોંધી શકાશે. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ધમકી મળ્યા બાદ સલમાન ખાન હૈદરાબાદની ઉડાન ભરશે, સલીમ ખાન સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા
Salman Khan (File)
Image Credit source: ANI

Follow us on

રવિવારે સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને ધમકી મળી હતી અને સોમવારે તેના બંને ભાઈઓ અરબાઝ અને સોહેલ ખાન તેમને મળવા બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. ત્યારે મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે પણ તરત જ સલમાન ખાન પરિવારની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસ કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ, ડીસીપી મંજુનાથ શિંગે અને અન્ય અધિકારીઓ સલમાન ખાન અને સલીમ ખાનને મળવા પહોંચ્યા. મુંબઈ પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે આ કેસમાં સલીમ ખાન (Salim Khan) સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા છે. સલીમ ખાને જણાવ્યું છે કે જ્યારે તેઓ રવિવારે મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યા હતા, વોક કરીને તેઓ જે જગ્યા પર બેસે છે. તે જ સમયે તેમને અને તેમના બોડીગાર્ડને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેમનું અને તેમના પુત્ર સલમાન ખાનનું પરિણામ પણ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Siddhu Moosewala) જેવું જ હશે. આ સમાચાર બાદ ખળભળાટ મચી ગયો છે.

આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ધમકી મળ્યા બાદ સલમાન ખાન હવે હૈદરાબાદ જવાના છે. તે પોતાની આગામી ફિલ્મ ‘કભી ઈદ, કભી દિવાળી’ના શૂટિંગ માટે હૈદરાબાદ જઈ શકે છે. આ તેની હોમ પ્રોડક્શન ફિલ્મ છે. હૈદરાબાદથી પરત આવ્યા બાદ તેણે મુંબઈમાં ટાઈગર 3નું શૂટિંગ કરવાનું છે. સલમાન ખાન ગઈ કાલે અબુધાબીથી મુંબઈ પરત ફર્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આવતીકાલે સલમાન ખાનનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવી શકે છે

ન્યૂઝ એજન્સી ANI અનુસાર મુંબઈ પોલીસની ટીમ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવી ચૂકી છે. ધમકીભર્યા પત્ર અંગે મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સલીમ ખાન સહિત 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો સલમાન ખાન આજે હૈદરાબાદ માટે રવાના નહીં થાય તો આવતીકાલે તેનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવી શકે છે. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

સલીમ ખાને પૂછપરછ દરમિયાન આ વાત પોલીસને જણાવી હતી

આજે મુંબઈ પોલીસના કો-કમિશનર વિશ્વાસ નાગરે પાટીલના નેતૃત્વમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સલીમ અને સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ પર પહોંચી હતી. પોલીસને આપેલા સલીમ ખાને આપેલા નિવેદન મુજબ જ્યારે તેઓ રવિવારે (5 જૂન) સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે તે હંમેશની જેમ વોક લીધા બાદ બેંચ પર બેઠા હતા. આ દરમિયાન તેમના બોડીગાર્ડને તે જ બેંચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્ર સલીમ ખાન અને સલમાન ખાનના નામે લખવામાં આવ્યો હતો. સલીમ ખાન દરરોજ ચાલ્યા પછી બેસે છે ત્યાં જ આ પત્ર રાખવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘સલીમ ખાન, સલમાન ખાન, ટૂંક સમયમાં તમારી હાલત સિદ્ધુ મુસેવાલા જેવી થશે’.

Next Article