દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે રિલાયન્સ જિયો (Reliance Jio)ની ટેલિકોમ સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. મુંબઈ અને થાણેના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા Jio યુઝર્સે આ મામલે સોશિયલ મીડિયા પર ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના નંબર પરથી કૉલ કરી શકતા નથી. જો કે રાત્રે 8 વાગ્યા પછી ટેલિકોમ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કંપનીને બપોરે આ સમસ્યાની જાણ થઈ. Jio યુઝર્સે કહ્યું કે કોલ કરતી વખતે તેમને ‘કસ્ટમર નેટવર્ક પર રજીસ્ટર નથી’ એવો મેસેજ મળી રહ્યો છે. જોકે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં આવી ફરિયાદો ભાગ્યે જ જોવા મળે છે. જોકે મુંબઈ ટેલિકોમ સર્કલ (Mumbai Telecom Sector)માં રિલાયન્સ જિયોનું નેટવર્ક કેમ અને કેવી રીતે ડાઉન થયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કંપનીએ મોડી સાંજે તેના ગ્રાહકોને મોકલેલા સંદેશમાં યુઝર્સને પડી રહેલી સમસ્યાઓનો સ્વીકાર કર્યો અને આ સમસ્યાને કારણે વધારાના બે દિવસીય ‘અનલિમિટેડ પ્લાન’ની પણ જાહેરાત કરી અને સંદેશમાં કહેવામાં આવ્યું કે “જ્યારે અમારી ટીમે આ નેટવર્ક સમસ્યાને થોડા કલાકોમાં ઉકેલી લીધી, અમે સમજીએ છીએ કે તમારા માટે આ સારો અનુભવ ન હતો અને અમે તેના માટે દિલથી માફી માંગીએ છીએ,”
#Jiodown Jio network outage in Navi Mumbai from today morning.@reliancejio @JioCare Jio online support shows everything is fine whereas network isn’t available. Please look into it on priority. pic.twitter.com/CClFVIvXqi
— Rajendra Pawar (@RajendraPawarIT) February 5, 2022
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે તબક્કાવાર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગ્રાહકોને તેમના ફોન ‘રીસ્ટાર્ટ’ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ તકનીકી ખામીને કારણે Jioના ઘણા વપરાશકર્તાઓએ એકબીજા સાથે વાત કરવા માટે WhatsAppના ‘કોલિંગ’ ફીચર જેવા વિકલ્પોનો આશરો લેવો પડ્યો હતો. આ સિવાય વાઈ-ફાઈ કોલિંગની મદદથી મહત્વપૂર્ણ કોલ પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Technology News: હવે સમગ્ર પરિવાર માટે મેળવો આધાર PVC કાર્ડ, જાણો શું છે પ્રોસેસ
આ પણ વાંચો: RIP Lata Mangeshkar : બાળપણથી કંઈક આવા દેખાતા હતા લતા મંગેશકર, તેમના સફરની કહાની દર્શાવે છે આ તસ્વીરો