‘મહારાષ્ટ્ર દિવસ’ પર રાજ્યમાં રાજકીય સંગ્રામ, ઠાકરે શૈલીમાં ગર્જના કરશે MNS પ્રમુખ રાજ ઠાકરે

|

May 01, 2022 | 12:31 PM

રાજ ઠાકરેની (Raj Thackeray) આજે ઔરંગાબાદમાં બેઠક યોજાવા જઈ રહી છે. મુંબઈ અને થાણેની બેઠકો પછી આ તેમની ત્રીજી મોટી સભા છે. થાણેની બેઠકમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો ગરમાયો હતો.

મહારાષ્ટ્ર દિવસ પર રાજ્યમાં રાજકીય સંગ્રામ, ઠાકરે શૈલીમાં ગર્જના કરશે MNS પ્રમુખ રાજ ઠાકરે
MNS Chief Raj Thackeray (File Photo)

Follow us on

આજે 1 મે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે (Maharashtra Day) ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)ની બેઠક યોજાવા જઈ રહી છે. મુંબઈ અને થાણેની બેઠકો પછી આ તેમની ત્રીજી મોટી બેઠક છે. રાજની રેલી પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશની નજર છે. મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો, જે રાજ ઠાકરેએ તેમની થાણેની (Thane) સભામાં ઉઠાવ્યો હતો. આ મુદ્દો ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર જેવા અન્ય રાજ્યોમાં પણ માહોલ ગરમાયો હતો.

રાજ્યમાં અનેક સળગતા મુદ્દા

તેણે થાણેની બેઠકમાં 3 મેનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો રમઝાનના અંત સુધીમાં અને ઈદ પછી પણ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો શિવ સૈનિકો મસ્જિદોની સામે જગ્યાએ જગ્યાએ હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરશે. બધાની નજર લાઉડસ્પીકર, (Loudspeaker) હનુમાન ચાલીસા, હિંદુત્વ અને અલ્ટીમેટમ સમાપ્ત થવાના બે દિવસ પહેલા તેમની અયોધ્યા મુલાકાત વિશે શું કહે છે તેના પર છે.

રાજ ઠાકરેએ તેમની મુંબઈ બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને તેમની પાર્ટી શિવસેના પર નિશાન સાધ્યું હતું. થાણેની બેઠકમાં તેમણે શરદ પવાર અને તેમની પાર્ટી NCP પર નિશાન સાધ્યું હતું.તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ સાંજે 5.30 કલાકે મરાઠવાડા કલ્ચરલ બોર્ડના મેદાનમાં શરૂ થશે. રાજ ઠાકરેનું ભાષણ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

રાજકીય માહોલ ગરમાયો

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત દ્વારા રાજ ઠાકરેને ડુપ્લિકેટ હિંદુત્વ (Hindutva) નેતા કહેવા પર સંદીપ દેશપાંડેએ કહ્યું, ‘શિવસેનાએ 2019 થી હિન્દુત્વ છોડી દીધું છે, જ્યારે તેણે NCP અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. મુખ્યમંત્રીની હાલત શોલેની અસરાની જેવી થઈ ગઈ છે. ગઈકાલે સંજય રાઉતે રાજ ઠાકરેને હિન્દુ ઓવૈસી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હિંદુત્વ મતદારોને વિભાજિત કરવા માટે ભાજપ રાજ ઠાકરેને હિંદુત્વ નેતા તરીકે રજૂ કરી રહી છે. શિવસેનાનું હિંદુત્વ ઉછીનું હિંદુત્વ નથી. રાજ ઠાકરે જે ગઈકાલ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મજાક ઉડાવતા હતા અને આજે તે અયોધ્યા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : CM ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ‘ BJP મહારાષ્ટ્રના હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે’

આ પણ વાંચો : Maharashtra Corona Reports: મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાએ ફરી ઝડપ પકડી, 150 થી વધુ નવા કેસ નોંધાયા

Next Article