Raj Kundra Case: ગેહના વશિષ્ઠ અને રાજ કુંદ્રાના 4 પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધાયેલ FIRની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ કરશે તપાસ

આ એફઆઈઆર (FIR)માં રાજ કુંદ્રાનું નામ નથી. પરંતુ હોટશોટનું સંચાલન તેમની કંપની કરી રહી હતી. એટલા માટે તેમની કંપનીનું નામ છે. હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ પ્રોપર્ટી સેલ કરશે.

Raj Kundra Case: ગેહના વશિષ્ઠ અને રાજ કુંદ્રાના 4 પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધાયેલ FIRની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ કરશે તપાસ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 5:38 PM

રાજકુન્દ્રા પોનોગ્રાફી કેસમાં(Raj Kundra Pornography Case) મોડેલ-અભિનેત્રી ગેહના વશિષ્ઠ(Gehna Vashisht), હોટશોટ એપ(Hotshot App) અને 4 નિર્માતાઓ વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર(FIR) મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ એફઆઈઆર(FIR)માં રાજ કુંદ્રાનું નામ નથી. પરંતુ હોટશોટનું સંચાલન તેમની કંપની કરી રહી હતી. એટલા માટે તેમની કંપનીનું નામ છે. હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ પ્રોપર્ટી સેલ કરશે. નિષ્ણાંતોના મતે, રાજ કુંદ્રા માટે આ ખરાબ સમાચાર છે કારણ કે જે 4 નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, તેમાંથી 2 રાજ કુંદ્રાની કંપની માટે પણ કામ કરતા હતા.

આ કેસ એક મોડેલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે જેણે કહ્યું કે તેને એડલ્ટ કન્ટેન્ટ વાળી ફિલ્મમાં કામ કરવા માટે મજબુર  કરવામાં આવી હતી. મોડેલે મુંબઈ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે મોટા બજેટની ફિલ્મનુ વચન આપીને તેને એડલ્ટ કન્ટેન્ટ વાળી ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સાંભળ્યા બાદ ક્રાઇમ બ્રાંચે મોડેલને એફઆઈઆર નોંધવા માટે જણાવ્યું હતું.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ ઘટના માલવાણી વિસ્તારની છે, એટલા માટે આ કેસ માલવાણી પોલીસ સ્ટેશનમાં  નોંધાયો હતો. આ કેસ આઈપીસીની કલમ 392, 393, 420 અને 34 હેઠળ નોંધવામાં આવ્યો છે જે આઇટી એક્ટની કલમ 66, 67 ની સાથે મળીને વાંચવામાં આવે છે. રાજ કુંદ્રા હાલ 14 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં છે.

આ કેસમાં પણ થઈ શકે છે કે, કુંદ્રાની પૂછપરછ

એવું માનવામાં આવી રહ્યું છે કે, રાજ કુંદ્રા સાથે જોડાયેલાં 2 કેસ પહેલાથી જ પ્રોપર્ટી સેલ પાસે છે, આવી પરિસ્થિતિમાં આ કેસ પણ પ્રોપર્ટી સેલ પાસે જવાથી કુંદ્રાની મુશ્કેલીઓ વધી શકે છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે રાજ કુંદ્રાની પણ પૂછપરછ થઈ શકે છે. બે આરોપીઓ નિર્માતા રાજ કુંદ્રા માટે કામ કરતા હોવાથી આ કેસમાં તેમની ભૂમિકા પણ નકારી શકાય નહીં. આ કેસમાં નામાંકિત આરોપીની ધરપકડ અને પૂછપરછ બાદ કુંદ્રાની પૂછપરછ પણ શક્ય છે.

ગહના વશિષ્ઠનું નામ પણ સામેલ

આ કિસ્સામાં, ગેહના વશિષ્ઠ અને હોટશોટ કંપનીના નિર્માતાઓનું નામ છે. આ કંપનીનો માલિક રાજ કુંદ્રા છે. ક્રાઈમ બ્રાંચે પોનોગ્રાફી મામલે ગેહના વશિષ્ઠને સમન્સ પાઠવ્યું છે.

ક્રાઇમ બ્રાંચ ગેહનાનું નિવેદન ઇચ્છે છે, જોકે અભિનેત્રીએ તેની તબિયત ખરાબ હોવાનું ટાંકતાં કહ્યું હતું કે તે ગુરુવાર અથવાં શુક્રવારે આવશે. આ કેસમાં કોર્ટે રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. બીજી તરફ, આ એફઆઈઆર પછી પણ ગેહના વશિષ્ઠનું નિવેદન સામે આવ્યું હતું.

કેસ નોંધાયા બાદ ગેહના વશિષ્ઠ મીડિયાની સામે આવી અને કહ્યું કે, હું રાજ કુંદ્રાના સમર્થનમાં બોલું છું, તેથી મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. મને જાણી જોઈને ફસાવાઈ રહી છે અને મારી સામે FIR દાખલ કરવામાં આવી રહી છે.

ગેહનાએ વીડિયોમાં કહ્યું છે કે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મારી સામે કેમ કેસ કરવામાં આવે છે, તેથી હું એ કહેવા માંગુ છું કે હું સતત રાજ કુંદ્રાનું સમર્થન કરી રહી છું. જે લોકો પહેલેથી ગંદકી ફેલાવી રહ્યા છે તેઓ વિક્ટીમ બની ગયાં છે. તેમના વિશે કંઈ જ જોવા મળતું નથી, બસ તે લોકો કહે છે કે રાજ કુંદ્રા તેમને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવ્યા.

ચાર સાક્ષીઓ છે રાજની કંપનીના

રાજની કંપનીના માત્ર ચાર કર્મચારીઓ તેની વિરુદ્ધ ગવાહી આપવા સંમત થયા હતાં. તેની સાથે પોર્નોગ્રાફી કેસમાં અન્ય 11 આરોપીઓ પણ છે, જેની પૂછપરછ ચાલી રહી છે. આમાંના એક આરોપીએ તાજેતરમાં કબૂલાત કરી છે કે તે રાજ કુંદ્રાની કંપની માટે ન્યુડીટી વાળી શોર્ટ ફિલ્મો બનાવતો હતો.

આ કિસ્સામાં મોડેલે એમ પણ કહ્યું છે કે તેને એડલ્ટ કન્ટેન્ટ વાળી ફિલ્મમાં કામ કરવા માટે મજબુર કરવામાં આવતી હતી. આ મોડલે પોતે મુંબઈ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને એફઆઈઆર નોંધાવી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">