Mumbaiમાં ઘર ખરીદવુ થયું સસ્તુ! છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે મકાનો વર્ષ 2021માં વેચાયા

|

Jul 31, 2021 | 9:39 PM

મહારાષ્ટ્રમાં બાંધકામ ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ લાગુ કરી હતી. તેનો ફાયદો પણ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ મકાનો ખરીદ્યા અને વેચ્યા હતા.

Mumbaiમાં ઘર ખરીદવુ થયું સસ્તુ! છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે મકાનો વર્ષ 2021માં વેચાયા
File Image

Follow us on

મુંબઈ (Mumbai)ના અન્ય વ્યવસાયો પર કોરોના (Corona Virus)ની અસર જરૂર પડી હશે, પરંતુ કોરોના ઘર ખરીદનારાઓ માટે સારા દિવસો લાવ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ મહિનામાં લગભગ 7,856 મકાનો વેચાયા છે. મુંબઈમાં કોરોનાના નિયંત્રણ માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોને અમુક અંશે હળવા કરવામાં આવ્યા છે.

 

આની અસર વિવિધ વ્યવસાયો પર પડી છે. બાંધકામ ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ લાગુ કરી હતી. તેનો ફાયદો પણ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ મકાનો ખરીદ્યા અને વેચ્યા હતા. સરકાર દ્વારા અપાયેલી સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિની મુદ્દત પુરી થયા બાદ પણ મુંબઈના આ ગૃહનિર્માણના ઉદ્યોગમાં હજુ પણ એવી જ તેજી છે. રાજ્યના સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન વિભાગના આંકડાઓથી નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં તેજીની સાથે-સાથે ઘરના વેચાણ અને ખરીદીમાં પણ તેજી સ્પષ્ટ જોવા મળે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

જુલાઈમાં ઘરોનું થયુ રેકોર્ડ બ્રેક ખરીદ-વેચાણ 

29 જુલાઈ 2021 સુધીમાં 8,939 મકાનોની ખરીદી માટે નોંધણી કરાઈ હતી. જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ સૌથી વધારે છે. છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો જુલાઈ 2020માં 2,662, જુલાઈ 2019માં 5,748, જુલાઈ 2018માં 6,437, જુલાઈ 2017માં 6,095, જુલાઈ 2016માં 5,725, જુલાઈ 2015માં 5,832, જુલાઈ 2014માં 5,253 , 2013માં 5,139, જુલાઈ 2012માં 7,367 મકાનો નોંધાયા હતા.

 

બાકીના વ્યવસાયમાં મંદી છે, જ્યારે બાંધકામ ક્ષેત્રમાં તેજી

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ઘણા વ્યવસાયો પ્રભાવિત થયા હતા. માલ અને સેવાઓની અવરજવર પરના પ્રતિબંધોને કારણે તમામ વેપાર ધીમો પડી ગયો. મુંબઈની લોકલ ટ્રેનો સામાન્ય મુસાફરો માટે બંધ છે. આ કારણે ટ્રેનોના સામાનના ડબ્બાઓનો ઉપયોગ માલના પરિવહન માટે થતો નથી. જ્યારે રસ્તા મારફતે માલના પરિવહનનો ખર્ચ વધ્યો, મોંઘવારીને કારણે માલનું વેચાણ ઘટ્યું.

 

પરંતુ આ તમામ બાબતો બાંધકામ ઉદ્યોગ પર અસર કરે તેવું લાગતું નથી. ઉલ્ટું  ગૃહ નિર્માણ ઉદ્યોગમાં વધારે તેજી હતી. કદાચ આનું કારણ એ હશે કે કોરોના સમયગાળા દરમિયાન ઘર વેચનારાઓએ ઘરની કિંમતમાં ઘટાડો કર્યો છે અને ખરીદદારોએ તેને સુવર્ણ તક ગણી છે. આમ પણ વધતી જતી વસ્તી અને મુંબઈમાં જગ્યાનો અભાવ જોતા અહીં ઘરની માંગ પણ વધારે છે. આ કારણોસર કોરોના સમયગાળો હોવા છતાં મુંબઈમાં બાંધકામનો વ્યવસાય વેગવંતો બન્યો છે.

 

આ પણ વાંચો : Mumbai: પૂર્વ કમિશનર પરમબીરસિંહ સામે છેતરપીંડી સહિતની IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ, ખોટી ફરિયાદનાં આધારે કરોડોની વસુલીનો આરોપ

Next Article