Maharashtra: પૂણે પોલીસે ડાન્સર વૈષ્ણવી પાટીલ સામે કેસ નોંધ્યો, જાણો શું છે સમગ્ર મામલો

|

May 21, 2022 | 8:15 PM

આ કેસમાં બેદરકારીના કારણે સિક્યોરિટી ગાર્ડની (security guard) હકાલપટ્ટી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ક્ષત્રિય જન સંસદે જિલ્લા મેજિસ્ટ્રેટને (district magistrate) પત્ર લખીને તપાસની માગ કરી છે.

Maharashtra: પૂણે પોલીસે ડાન્સર વૈષ્ણવી પાટીલ સામે કેસ નોંધ્યો, જાણો શું છે સમગ્ર મામલો
Case registered against dancer Vaishnavi Patil
Image Credit source: ANI (File Photo)

Follow us on

પૂણે પોલીસે ડાન્સર વૈષ્ણવી પાટિલ (Dancer Vaishnavi Patil) અને અન્ય 2 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ સાથે, પુણેના લાલ મહેલની અંદર લાવણીના શૂટિંગ માટે ફરસાખાના પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 295, 186 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજે (Chatrapati Shivaji Maharaj) તેમનું બાળપણ લાલ મહેલમાં (Lal Mahal) વિતાવ્યું હતું અને તેનું ઐતિહાસિક મહત્વ છે. આ દિવસોમાં રીલ બનાવવાનો ક્રેઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહ્યો છે. રીલ બનાવવા માટે લોકો કોઈપણ જોખમ લેતા અચકાતા નથી. રીલ બનાવવા માટે ડાન્સરે લાલ મહેલમાં ડાન્સ કર્યો હતો. હવે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

ચાર દિવસ પહેલા વૈષ્ણવી પાટીલ અને તેના સહયોગીઓએ લાલ મહેલની ખુલ્લી જગ્યામાં ડાન્સ કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ વૈષ્ણવીની ટીકા થઈ હતી. આ ઘટના અંગે સંભાજી બ્રિગેડ અને અન્ય સંગઠનોના ઉગ્ર આંદોલન બાદ પોલીસે કેસ નોંધ્યો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

3 લોકો સામે ગુનો નોંધાયો

સિક્યોરિટી ગાર્ડની હકાલપટ્ટી

લાલ મહેલમાં સિક્યોરિટી હોવા છતાં કલાકારોને પરવાનગી વગર શૂટિંગ માટે કેવી રીતે એન્ટ્રી મળી તે પ્રશ્ન ઊભો થાય છે. સવાલ એ પણ છે કે લાલ મહેલની આસપાસ મહાનગરપાલિકાના સુરક્ષાકર્મીઓએ પણ તેમને રોક્યા નથી. આ કેસમાં બેદરકારીના કારણે સિક્યોરિટી ગાર્ડની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ક્ષત્રિય જન સંસદે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને તપાસની માગ કરી છે.

હાલ ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોકપ્રિય ફીચર

મેટાએ થોડા મહીના અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્વિક સ્તરે ફેસબુકની રીલ્સ ફીચર લોંચ કરી રહ્યા છે, જે ઈન્સ્ટાગ્રામના શોર્ટ વિડીયો ફીચર રીલ્સની જેમ છે. કંપનીએ જાહેરાત કરી કે શોર્ટ-વિડિયો શેરિંગ ફીચર વિશ્વના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક એપમાં ઉપલબ્ધ હશે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ એ શોર્ટ વિડિઓ ક્લિપ સુવિધા છે જે 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામે ચાઈનીઝ શોર્ટ વિડિયો એપ ટિકટોકને ટક્કર આપવા માટે આ ફીચર લોન્ચ કર્યું છે. આ અત્યાર સુધી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફીચર બની ગયું છે.

Next Article