Pune: ભયાનક કોરોના આખા કુટુંબને ભરખી ગયું, 15 દિવસમાં તમામ 5 સભ્યોનો લીધો ભોગ

|

Apr 17, 2021 | 5:36 PM

Pune, Maharashtra: કોરોનાએ ફક્ત 15 દિવસમાં એક આખા પરિવારને કાળનો કોળિયો બનાવીને ભરખી ગયું છે. પુણેમાં જાધવ પરિવારના પાંચ સભ્યો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

Pune: ભયાનક કોરોના આખા કુટુંબને ભરખી ગયું, 15 દિવસમાં તમામ 5 સભ્યોનો લીધો ભોગ

Follow us on

Pune, Maharashtra: કોરોનાએ ફક્ત 15 દિવસમાં એક આખા પરિવારને કાળનો કોળિયો બનાવીને ભરખી ગયું છે. પુણેમાં જાધવ પરિવારના પાંચ સભ્યો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. માતા અલકા જાધવ, ભાઈ રોહિત જાધવ, અતુલ જાધવ અને બહેન વૈશાલી ગાયકવાડનું કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હત્યા. સમગ્ર પરિવાર પૂજા માટે ભેગા થયા હતા. પૂજા બાદ તમામ ઘરના સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. એક પછી એક પરિવારના સભ્યો  કોરોનાના કારણે મોતના મુખમાં ગરકવા માંડ્યા હતા અને 15 દિવસની અંદર સમગ્ર જાધવ પરિવાર ખતમ થઈ ગયો હતો.

 

કોરોના દ્વારા એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ફક્ત 15 દિવસમાં જ આખો પરિવાર મોતને ભેટી ગયો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભાઈનો માહોલ સર્જાયો છે અને આમ કોરોના મહામારીએ તેનો ભયાનક ચહેરો બતાવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

પુજાના એક કાર્યક્રમમાં થયા હતા એકઠા

થોડા દિવસ પહેલા જાધવ પરિવારના ઘરે એક પૂજાનો કાર્યક્રમ હતો. આ પૂજાની અંદર ઘરના તમામ સભ્યો એકઠા થયા હતા. બધા એક જ કુંટુંબના હોવાના કારણે તેઓ તમામ નિશ્ચિત હતા. પરંતુ કોણ જાણે ક્યાંથી કોઈ એક વ્યક્તિ સંક્રમિત થયું હશે અને એક પછી એક તમામ પાંચ વ્યક્તિને સંક્રમણ લાગ્યું અને સ્થિતિ બગડતી ગઈ અને માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ કોરોનાના કારણે સમગ્ર પરિવાર નષ્ટ થઈ ગયો.

 

પુણેમાં કોરોનાની ભયાનક સ્થિતિ
પુણેમાં કોરોનાની સ્થિતિ કથળી રહી છે. દરરોજ દર્દીની વૃદ્ધિનો દર ઝડપથી વધી રહ્યો છે. આ સ્થિતિને જોઈને પુણેની તમામ હાઉસિંગ સોસાયટીઓને રહેવાસીઓ સિવાય અન્ય બહારના લોકો દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, પુણે મહાનગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જેઓ નિયમિત સોસાયટીમાં આવે છે, તેમના માટે RTPCR ટેસ્ટ ફરજિયાત રહેશે.

 

મનસેના કોર્પોરેટરે 40 બેડની હોસ્પિટલ બનાવી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કોર્પોરેટર વસંત મોરે (Vasant More) પુણે મહાનગર પાલિકાના 168 કોર્પોરેટરોને માત્ર 10 પથારી શરૂ કરવા અને પૂણેકરોના જીવ બચાવવા અપીલ કરી છે. મોરે પુણેના હોટલ હોલમાં 40 ઓક્સિજન બેડ વાળી એક હોસ્પિટલ શરૂ કરી છે.

 

પુણેમાં કડક પ્રતિબંધો
પુનામાં લોકડાઉન કડક કરવામાં આવ્યું છે અને કર્ફ્યુ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવું પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું. તેમજ મેડિકલ સિવાય અન્ય કોઈ દુકાનો ખૂલી રહેશે નહીં, જેનો અમુક વેપારીઓએ વિરોધ પણ કર્યો હતો.

 

આ પણ વાંચો: AHMEDBAD : દર્દીઓનો એક જ સૂર, અમને સિવિલ મેડિસીટી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સારવારથી સંતોષ છે

Next Article