Gujarati NewsMumbai। Pune ICMR planning for research on AIDS infection of using social media
સોશિયલ મીડિયાના કારણે વધી રહ્યો છે એઈડ્સનો ખતરો? આ ડેટિંગ એપ્સને કાયદાકીય દાયરામાં લાવવાની તૈયારી
ડૉ. શોભાએ જણાવ્યું કે એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સેક્સ વર્કરને લઈને સંશોધન કર્યું છે. એવું જાણવા મળ્યું છે કે સેક્સ વર્કર્સને જે પ્રકારની સુવિધાઓની જરૂર હોય છે તેમને તે ઉપલબ્ધ નથી થઈ રહી.
ICMR - Symbolic Image
Follow us on
વિશ્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ એઈડ્સના (AIDS) કેસ સતત સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એઈડ્સને રોકવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આમ છતાં કેટલીક જગ્યાએ એઇડ્સના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના (Maharashtra) પૂણેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે, સંભવ છે કે આનાથી વધુ ઝડપથી ચેપ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ICMRએ ડેટિંગ એપ્સને (Dating Apps) લઈને એક સર્વે તૈયાર કર્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની શાખા નેશનલ એઈડ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પુણે (NARI)માં સંશોધનની તૈયારી ચાલી રહી છે. TV9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં, મહિલા રોગશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉ. શીલા વી ગોડબોલેએ જણાવ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા જે લોકોને મળે છે તેમના સ્વાસ્થ્યનો ટ્રેક રેકોર્ડ કેવી રીતે રાખવો તે અંગે વિચારણા કરી રહી છે. સોશિયલ મીડિયા એપ્સ Tinder, Grindr અને Blued એ કેટલીક એપ્સ છે જેના દ્વારા લોકો એકબીજાને મળે છે.
‘ડેટિંગ એપથી એઈડ્સનું જોખમ વધ્યું’
મળ્યા પછી શારીરિક સંબંધ બનવાનો પણ પૂરો અવકાશ છે.જ્યારે લોકો આવી એપ દ્વારા મળે છે, ત્યારે તેમની પાસે અન્ય વ્યક્તિના સ્વાસ્થ્ય રેકોર્ડ વિશે કોઈ માહિતી હોતી નથી. શોભાએ કહ્યું કે આ પ્રકારની ડેટિંગ એપમાં લોકોને તેમના સ્વાસ્થ્યની વિગતો શેર કરવા જેવી માર્ગદર્શિકા આપી શકાય છે. આ સાથે આધાર કાર્ડ નંબર પણ એક સરળ માધ્યમ બની શકે છે, જેથી કોઈ ચોક્કસ વ્યક્તિની ઓળખ થઈ શકે.
‘સેક્સ વર્કરોને નથી મળતી સુવિધાઓ’
ડૉ. શોભાએ જણાવ્યું કે એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નારીએ પણ સેક્સ વર્કર પર રિસર્ચ કર્યું છે.એવું જાણવા મળ્યું છે કે સેક્સ વર્કર્સને જે પ્રકારની સુવિધાઓની જરૂર હોય છે તે પૂરી પાડવામાં આવતી નથી.તેમણે કહ્યું કે એઈડ્સ જેવી ખતરનાક બિમારીના ફેલાવા માટે આ પણ એક મોટું કારણ હોઈ શકે છે.આવી સ્થિતિમાં આ ક્ષેત્રમાં વધુને વધુ કામ કરવાની જરૂર છે.