Maharashtra: સંજય રાઉતનો ગંભીર આરોપ, કહ્યુ- મારા પર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના છોડવા માટે દબાણ

|

May 15, 2023 | 2:47 PM

સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા હતા આ અંગે નિર્ણય લેવા માટે આખા મામલાને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ રાઉતે કહ્યુ કે આ સરકાર ગેરકાયદેસર છે અને તેના પર ગેરલાયકાતની લટકતી તલવાર છે.

Maharashtra: સંજય રાઉતનો ગંભીર આરોપ, કહ્યુ- મારા પર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના છોડવા માટે દબાણ
Sanjay Raut

Follow us on

Mumbai: સંજય રાઉત એવું કહ્યું કે મેં કોઈ ખોટું નિવેદન આપ્યું નથી. સામાન્ય માણસના મનની વ્યથાને મેં કાયદામાં રહીને વ્યક્ત કરી છે. પરંતુ મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારા પર શિવસેના (Shiv Sena) અને ઉદ્ધવ ઠાકરેને છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ દબાણને કારણે તેમના શરણે નહીં જઉં. સંજય રાઉતે કહ્યું કે આ સરકાર, આ પાર્ટી ગેરકાયદે છે.

સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા હતા આ અંગે નિર્ણય લેવા માટે આખા મામલાને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ રાઉતે કહ્યુ કે આ સરકાર ગેરકાયદેસર છે અને તેના પર ગેરલાયકાતની લટકતી તલવાર છે.

કાર્યવાહી કરવામાં આવશે

કોઈએ આવા ગેરકાયદેસર સરકારી આદેશોનું પાલન ન કરવું જોઈએ, તે હવે ગેરકાયદેસર હશે અને તે અધિકારીઓને ગેરકાયદેસર આદેશોનું પાલન કરવા બદલ ભવિષ્યમાં તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડશે. દેશભરમાં અવારનવાર આવા નિવેદનો કરવામાં આવતા રહે છે. પરંતુ સંજય રાઉતે નિવેદન આપ્યું હોવાથી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. નાસિક પોલીસને કેસ દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જો કેસ નોંધવામાં આવશે તો પણ હું તે કાર્યવાહીનો સામનો કરીશ.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : Maharashtra: શેવગાંવમાં સંભાજી મહારાજની જન્મજયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, 4 પોલીસકર્મી ઘાયલ

શિવસેનાના નેતાઓને મળશે

શિવસેનાના નેતાઓ આજે વિધાનસભા અધ્યક્ષને મળશે. આ એક કાયદાકીય પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મુદ્દો ઉઠાવવો જોઈએ અને તે કેવી રીતે ગેરકાયદેસર છે તે વિગતવાર સમજાવવું જોઈએ અને વિધાનસભાના અધ્યક્ષ સાથે તમામ મામલાઓનો ઉકેલ લાવી એક ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. શિવસેનાના અમારા અગ્રણી લોકો આજે વિધાનસભામાં જઈને તેના સંદર્ભમાં વિસ્તૃત અપીલ દાખલ કરવાના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તે ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે.

અમે પણ કાયદો જાણીએ છીએ

એવું કહેવાય છે કે કોઈ સમય મર્યાદા નથી. પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. સરકારની પણ એકસપાયરી ડેટ હોય છે. આપણે પણ જાણીએ છીએ. અમે કાયદો નથી સમજતા? તેમણે કહ્યું કે અમે પણ કાયદાને જાણીએ છીએ.

મહારાષ્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article