Positive story: મુંબઈમાં ડોકટર દંપતિએ, કોરોનાના દર્દીઓએ ના વાપરેલી 20 કિલો દવા એકઠી કરી, જરૂરીયાતવાળા કોરોનાના દર્દીને વિનામૂલ્યે આપી

|

May 11, 2021 | 2:31 PM

Positive story: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે દવાઓની પણ અછત પણ જોવા મળી રહી છે. ત્યારે એક ડોક્ટર કપલ દ્વારા કોરોનાની ના વપરાયેલી દવાનો સદુપયોગ કર્યો છે.

Positive story: મુંબઈમાં ડોકટર દંપતિએ, કોરોનાના દર્દીઓએ ના વાપરેલી 20 કિલો દવા એકઠી કરી, જરૂરીયાતવાળા કોરોનાના દર્દીને વિનામૂલ્યે આપી
Glenmark Life Sciences IPO

Follow us on

Positive story: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે દવાઓની પણ અછત પણ જોવા મળી રહી છે. ત્યારે એક ડોક્ટર કપલ દ્વારા કોરોનાની ના વપરાયેલી દવાનો સદુપયોગ કર્યો છે.
મુંબઈના એક ડોક્ટર કપલએ કોરોના સામે લડીને સાજા  થયેલા દર્દીઓ પાસેથી, માત્ર 10 દિવસમાં 20 કિલો જેટલી ન વપરાયેલી કોવિડ -19 દવાઓ એકઠી કરી છે. આ દવાઓ ભારતના ગ્રામીણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રોને દાનમાં આપવામાં આવશે. જેમાં દવાઓથી વંચિત રહેતા લોકોની સમયસર સારવાર કરવામાં આવશે.

1 મેના રોજ, ડોક્ટર માર્કસ રેન્ની અને તેમની પત્ની ડો રૈના ‘મેડ્સ ફોર મોર’ની શરૂઆત કરી હતી. જેમાં કોવિડ -19 રિકવર થયેલા દર્દીઓની ના વપરાયેલી દવાઓનો સદુપયોગ કરવા માટે પહેલ કરી હતી. જેમાં પોતાના જ ઍપાર્ટમેન્ટથી આ સેવાની શરૂઆત કરી હતી જેમાં આજુબાજુના 100થી વધુ બિલ્ડીંગના લોકોએ ના વપરાયેલી દવાઓ આપી હતી.

“દેશભરમાં કોવિડ -19 દર્દીઓ દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. તો પછી એક ડોઝ પણ કેમ બગાડવો ? આ દવાનો ઉપયોગ ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં રહેતા લોકોની સારવાર માટે થઈ શકે છે, જેમને સૌથી વધુ અસર થાય છે. આ પહેલ દ્વારા અમે આવા વંચિત લોકોને મદદ કરવા માંગીએ છીએ, ” વધુમાં જણાવ્યું હતું કે, બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની સાથે મળીને દાવાની ઝૂંપડપટ્ટીમાં કોવિડ -19 દર્દીઓની તપાસ અને સારવાર માટે કામ કર્યું હતું.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મેડ્સ ફોર મોર એ તમામ પ્રકારની ન વપરાયેલી દવાઓ જેવી કે એન્ટિબાયોટિક્સ, ફેબીફ્લુ, પીડા રાહત, સ્ટીરોઈડ્સ, ઇન્હેલર્સ, વિટામિન્સ, એન્ટાસિડ્સ અને દવાઓ જેનો ઉપયોગ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર્સ જેવા મૂળભૂત ઉપકરણો પણ એકઠા કરી રહ્યા છે

“બધી દાનમાં લેવામાં આવતી દવાઓ અલગ અલગ કરવામાં આવે છે અને સમાપ્તિની તારીખ માટે તપાસવામાં આવે છે. રેનીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી લગભગ 2 કિલો ફેબીફ્લુ, 1 કિલો સ્ટેરોઇડ્સ, 6 કિલો વિટામિન, 4 કિલો પેરાસીટામોલ જેવી દવા એકત્રીત કરી છે.પહેલ અંગે વધતી જાગૃતિ સાથે,પડોસીઓએ દવાઓ એકત્રિત કરવાની સેવા ચાલુ કરી દીધી છે.

Published On - 2:30 pm, Tue, 11 May 21

Next Article