26 માર્ચે માલેગાંવ રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના સ્પષ્ટ કહ્યું હતું કે વીર સાવરકરનું અપમાન સહન કરવામાં નહીં આવે. આ પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મહાવિકાસ આઘાડીની બેઠક યોજવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેનાથી અંતર રાખ્યું. આ પછી સોમવારે સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્લીમાં વિપક્ષી દળોની બેઠકનું આયોજન કર્યું. તેમાં પણ શિવસેનાએ ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો. શું ઉદ્ધવ ઠાકરે, વીર સાવરકરના બહાને કોંગ્રેસ અને અઘાડીથી અલગ થવાનું બહાનું શોધી રહ્યા છે ?
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી પહેલીવાર ઉદ્ધવ ઠાકરે 23 માર્ચે વિધાન ભવનની અંદર જતા સમયે દેવેન્દ્ર ફડણવીસ સાથે હસતા અને ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદમાં મંત્રી સુધીર મુનગંટીવારે પણ કહ્યું હતું કે, જ્યાં સુધી ડાળી ક્યા સુધી થડથી અલગ રહી શકે. હજુ પણ સમય છે – ચાલો હવે પાછા જઈએ. એટલે કે એક તરફ કોંગ્રેસ અને ઠાકરે જૂથની મહાવિકાસ આઘાડી વચ્ચેનું અંતર વધી રહ્યું છે તો બીજી તરફ ભાજપ સાથેનું અંતર ઘટાડવાની પહેલ પણ દેખાઈ રહી છે.
મહાવિકાસ અઘાડીની પહેલી સંયુક્ત રેલી 2જી એપ્રિલે પરલીમાં યોજાવાની છે. મહાવિકાસ આઘાડીએ શિંદે-ભાજપ સરકાર વિરુદ્ધ રાજ્યભરમાં મોટી સભાઓ યોજવાની યોજના બનાવી છે, તે સભાઓના પોસ્ટરો અને બેનરોમાં કેન્દ્રમાં ઉદ્ધવ ઠાકરેનો ચહેરો રાખવામાં આવ્યો છે.
હવે ઠાકરે એમવીએના કેન્દ્રમાં છે. તેથી, જો તેઓ મહાવિકાસ અધાડી છોડવા માંગતા હોય તો પણ તે તેમના માટે સરળ નહીં હોય. કોંગ્રેસે પણ શિવસેનાને ઘેરવાનું શરૂ કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ નિવેદન આપ્યું છે કે, ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી એકબીજાને મળશે અને વાત કરશે. સંજય રાઉતે કોંગ્રેસને દિલ્લી જઈને સાવરકર વિશે તેમની પાર્ટીની ચિંતા વ્યક્ત કરવા પણ કહ્યું છે. એટલે કે, જો ઉદ્ધવ આગળ વધવા માંગે છે, તો પણ એનસીપી અને કોંગ્રેસ, ઠાકરે જૂથના સંજય રાઉત પણ તેમને આમ કરતા રોકવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે, આ પણ હકીકત છે.
બીજી તરફ ભાજપ અને શિંદેએ વીર સાવરકરના મુદ્દાના બહાને ઉદ્ધવ ઠાકરે પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. સીએમ શિંદેએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એવું કહીને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ સાવરકરનું અપમાન સહન નહીં કરે. સીએમ શિંદેએ તેમના મીડિયા સંવાદમાં એક તસવીર બતાવી જેમાં બાળાસાહેબ ઠાકરે મણિશંકર ઐયરના ફોટા પર હાથ વડે પ્રહાર કરતા જોવા મળે છે. સીએમ શિંદેએ પૂછ્યું કે શું ઉદ્ધવમાં રાહુલ સાથે આવું કરવાની હિંમત છે?
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…