Maharashtra : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગ (NH-965)ના પાંચ વિભાગો અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ (NH-965G) નો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પશ્ચિમી રાજ્યના તીર્થસ્થળ શહેર પંઢરપુરમાં (Pandharpur) લોકોની અવરજવરને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવશે.
પંઢરપુર લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે
પીએમ મોદી આજે બપોરે 3.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રવિવારે એક ટ્વિટમાં આ કાર્યક્રમનું વર્ણન કરતાં PM મોદીએ કહ્યું, “પંઢરપુર લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીંનું મંદિર સમગ્ર ભારતમાંથી સમાજના તમામ વર્ગના લોકોને આકર્ષે છે. 8 નવેમ્બરે બપોરે 3:30 કલાકે હું પંઢરપુરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનને (Infrastructure Upgradation) લગતા કાર્યક્રમમાં હાજરી આપીશ.”
Pandharpur has a special place in the hearts and minds of many. The Temple there draws people from all sections of society, from all over India. At 3:30 PM tomorrow, 8th November, I will join a programme relating to upgrading Pandharpur’s infra needs. https://t.co/IUCE0L3dZT
— Narendra Modi (@narendramodi) November 7, 2021
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, પંઢરપુર જતા યાત્રિકોને સુવિધા આપવા માટે ધોરીમાર્ગનો વિસ્તાર બનાવવામાં આવશે. મહારાષ્ટ્રનું પંઢરપુર શહેર સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વર (Sant Gyaneshvar) સાથે સંકળાયેલું છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ ‘પાલખી’ માટે ફૂટ વે બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે સરળ અને સલામત માર્ગ પ્રદાન કરશે.
PM 223 કિમી રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
અહેવાલો અનુસાર, દિવેઘાટથી મોહોલ સુધી લગભગ 221 કિલોમીટર લાંબો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના લગભગ 130 કિલોમીટર લાંબા હાઇવેને (Highway) અનુક્રમે 6690 કરોડ રૂપિયા અને 4400 કરોડ રૂપિયાના ખર્ચે ફોર તૈયાર કરવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 223 કિલોમીટરથી વધુ લાંબા અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની કિંમત 1,180 કરોડ રૂપિયાથી વધુ છે.
આ પણ વાંચો: હવે આર્યન ખાનની પૂછપરછ SIT ટીમ કરશે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ