Maharashtra : કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યુ ‘શિવ જયંતિ પર માફી માગે PM મોદી’,જાણો શું છે સમગ્ર મામલો ?

|

Feb 18, 2022 | 12:47 PM

કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે કેન્દ્રએ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી નથી. લોકડાઉનના કારણે ફસાયેલા લાખો લોકોને બચાવવા કોંગ્રેસ પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર આગળ આવી હતી.

Maharashtra : કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યુ શિવ જયંતિ પર માફી માગે PM મોદી,જાણો શું છે સમગ્ર મામલો ?
Nana Patole and PM Modi (File Photo)

Follow us on

Mahatrashtra :  મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole) પીએમ મોદી પાસે માફીની માગ કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ (PM Narendra Modi) 2020 માં કોરોના રોગચાળા દરમિયાન રાજ્યનું અપમાન કર્યું છે. આથી તેમણે શિવ જયંતિ પર માફી માગવી જોઈએ. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી BJP નેતા દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadanvis) પત્ર લખીને PM મોદીની માફી માગવા અંગે રજુઆત કરશે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ 19 ફેબ્રુઆરીએ શિવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું

કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાજ્યના લોકો પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવીને મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. PM મોદીએ રાજ્યના આ અપમાન માટે માફી માગવી જોઈએ.તેમણે કહ્યું કે કોંગ્રેસ આ મામલે આંદોલનનો નવો તબક્કો શરૂ કરશે. મીડિયા સાથે વાત કરતા નાના પટોલેએ કહ્યું કે આંદોલનના ભાગ રૂપે કોંગ્રેસના કાર્યકરો મહારાષ્ટ્રના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પીએમ મોદીને હજારો પત્રો મોકલશે. પત્રમાં પીએમ મોદીને શિવ જયંતિ પર મહારાષ્ટ્રની જનતાની માફી માંગવા માટે કહેવામાં આવશે.

કોંગ્રેસે શ્રમિકોને મફત ટિકિટ આપી હતી

તમને જણાવવુ રહ્યુ કે, PM મોદીએ લોકસભામાં કહ્યુ હતુ કે આ કોરોના કાળમાં કોંગ્રેસે પોતાની હદ વટાવી દીધી છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) વિશ્વને સલાહ આપી રહ્યું હતું ત્યારે દેશ પ્રથમ લહેર દરમિયાન લોકડાઉનનું પાલન કરી રહ્યો હતો. તમામ આરોગ્ય નિષ્ણાતો કહેતા હતા કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે છે. ત્યારે કોંગ્રેસના લોકોએ મુંબઈના રેલ્વે સ્ટેશનો પર જવા માટે શ્રમિકોને મફત ટિકિટ આપી,લોકોને સ્થળાંતર કરવા માટે પ્રેરિત કર્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નાના પટોલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો આ આરોપ

બીજી તરફ કોંગ્રેસ નેતા નાના પટોલનુ કહેવુ છે કે, દેશમાં રોગચાળાની દહેશતથી કેન્દ્ર સરકારે માર્ચ 2020માં અચાનક લોકડાઉન લાદી દીધુ હતુ.પરંતુ કેન્દ્રએ આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી નથી અને લોકડાઉનને કારણે ફસાયેલા લાખો લોકોને બચાવવા કોંગ્રેસ પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર આગળ આવી હતી. નાના પટોલેએ કહ્યું કે સંકટ સમયે કોંગ્રેસ હંમેશા લોકોની મદદ કરવામાં સૌથી આગળ રહી છે.

 

આ પણ વાંચો : PM મોદી આવતીકાલે થાણે અને દિવાને જોડતી રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે, 620 કરોડના ખર્ચે થઈ તૈયાર

Next Article