PM Modi Mumbai Visit: મોટા સમાચાર! પીએમ મોદી મુંબઈ આવશે, પરંતુ સીએમ ઠાકરે તેમની સાથે કાર્યક્રમમાં હાજરી નહી આપે

|

Apr 24, 2022 | 3:32 PM

PM Modi Mumbai Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 એપ્રિલ, રવિવાર) સાંજે 4.30 વાગ્યે મુંબઈ આવી રહ્યા છે (PM Narendra Modi in Mumbai) પીએમ મોદી પ્રથમ લતા મંગેશકર એવોર્ડ સ્વીકારવા માટે મુંબઈ આવી રહ્યા છે. પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કાર્યક્રમને લગતા પ્રસિદ્ધ નિમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી.

PM Modi Mumbai Visit: મોટા સમાચાર! પીએમ મોદી મુંબઈ આવશે, પરંતુ સીએમ ઠાકરે તેમની સાથે કાર્યક્રમમાં હાજરી નહી આપે
PM Modi Mumbai Visit (File)

Follow us on

PM Modi Mumbai Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે (24 એપ્રિલ, રવિવાર) સાંજે 4.30 કલાકે મુંબઈ આવી રહ્યા છે (PM Narendra Modi in Mumbai) પીએમ મોદી પ્રથમ લતા મંગેશકર એવોર્ડ (Lata Mangeshkar Award)સ્વીકારવા મુંબઈ આવી રહ્યા છે. પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કાર્યક્રમને લગતા પ્રસિદ્ધ નિમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી. તેથી લગભગ સ્પષ્ટ છે કે સીએમ પીએમ સાથે સ્ટેજ શેર કરવાના નથી.એવું પણ બહાર આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા નહીં જાય. મુંબઈ એરપોર્ટ પર ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ પીએમ મોદીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. PM મોદીનું સ્વાગત કરવા માટે મુંબઈ એરપોર્ટ પર ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈની સાથે પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર રહેશે. સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે.

આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે શરૂ થશે. એટલા માટે પીએમ મોદી તેના અડધા કલાક પહેલા એટલે કે 4.30 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર પહોંચશે. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે આવી સ્થિતિમાં મુખ્યમંત્રી એરપોર્ટ પર જઈને વડાપ્રધાનનું સ્વાગત કરે છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ જવાના નથી. ઉદ્ધવ ઠાકરે તેમની તબિયત કે અન્ય કોઈ કારણસર નહીં જાય તે અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી. જાણવા મળ્યું છે કે સીએમ ઠાકરે ન તો પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ જશે અને ન તો એવોર્ડ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે.

કિરીટ સોમૈયા પર હુમલો, રાણા દંપતિને જેલ, તો PM મોદીની આજે મુંબઈ મુલાકાત

ભાજપના નેતા કિરીટ સોમૈયા પર મોડી રાત્રે શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. રાણા દંપતીને આજે 6 મે સુધી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આના એક દિવસ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજની કાર પર શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ઘર્ષણ ચાલી રહ્યું છે. આવા માહોલમાં પીએમ મોદી મુંબઈ આવી રહ્યા છે. માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ નિમિત્તે મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લતા મંગેશકર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલો એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ માટુંગાના ષણમુખાનંદ હોલમાં યોજાવાનો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

આ પણ વાંચો-બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ભીડથી બચવાની આપી સલાહ! કહ્યું ઘરમાં ઠંડા પીણાની બોટલ અને તીર રાખો, પોલીસ બચાવવા નહીં આવે

 

આ પણ વાંચો-આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા

Next Article