Mumbai : પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. 17 ઓક્ટોબરે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો થયો છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો થોડા દિવસોને બાદ કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ દરરોજ વધારો થયો છે.
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી વધુ ભાવ
પેટ્રોલ અને ડીઝલના દર મુંબઈમાં(Mumbai) સૌથી વધુ છે. અહીં પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 111.77 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ડીઝલની કિંમતમાં પણ 37 પૈસાનો વધારો થયો છે. જેને કારણે પ્રતિ લિટર ડીઝલ માટે લોકોને 102.52 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
વધતા ભાવ જનતાને દઝાડશે !
સાથે દિલ્હીમાં (Delhi) પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં ફરી એકવાર 35 પૈસાનો વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અનુસાર દિલ્હીમાં પેટ્રોલ 105.84 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 94.22 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યુ છે.
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel)ભાવમાં વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ઇંધણના દરમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 12 અને 13 ઓક્ટોબરે ઈંધણના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં 16 વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના દરો પહેલાથી જ એક સદી પૂરી કરી ચૂક્યા છે. હવે ઘણી જગ્યાએ ડીઝલના ભાવ પણ સોના આંકડાને પાર થઈ રહ્યા છે,જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશના ચાર મહાનગરોમાં ઇંધણના દરમાં વધારો
દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) પેટ્રોલ 105.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 111. 77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 102.52 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.68 રૂપિયા પ્રતિ લીટર છે. અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 103.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.92 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો : “વેક્સિન લગાવો અને મેળવો ઈનામ” : વેક્સિનેશનને વેગ આપવા આ રાજ્યએ કરી અનોખી પહેલ
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો