મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર, 50 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

|

Aug 17, 2022 | 8:48 AM

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.

મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પેસેન્જર ટ્રેન (passenger Train) અને માલગાડી વચ્ચેની અથડામણમાં 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ 13 મુસાફરોની હાલત ગંભીર છે.મહત્વનું છે કે આ દૂર્ઘટનાને પગલે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.હાલ ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાયપુરથી (Raypur) નાગપુર જઈ રહેલી માલગાડીને પાછળથી આવતી પેસેન્જર ટ્રેને ટક્કર મારી હતી.

માલગાડીને યોગ્ય સમયે લીલીઝંડી ન મળતી દૂર્ઘટના ઘટી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના માલગાડી ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે અથડાવાને કારણે થઈ હતી.

ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

ઈજાગ્રસ્ત મુસાફરોને ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મધ્યરાત્રિ દરમિયાન બની હતી.ઉલ્લેખનીય છે કે આ બંને ટ્રેન નાગપુર તરફ જઈ રહી હતી.જેમાં ગોંદિયા શહેર પહેલા પેસેન્જર ટ્રેનને લીલીઝંડી મળી ગઈ હતી,તેથી તે આગળની તરફ ગતિ કરી રહી હતી.પરંતુ માલગાડીને લીલીઝંડી ન મળતા તે સ્ટેશને ઉભી હતી.જેને કારણે પેસેન્જર ટ્રેનની માલગાડીને
ટક્કર લાગી હતી.જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી.

Published On - 8:32 am, Wed, 17 August 22

Next Article