બુધવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના 925 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ રોગને કારણે 10 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. હાલમાં રાજ્યમાં 6,467 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં વધુ 4 દર્દીઓ ઓમિક્રોન (Omicron)થી સંક્રમિત મળી આવ્યા છે, જે સંક્રમિતોની સંખ્યા 32 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે ક્રિસમસ (Christmas) અને નવા વર્ષને (New Year) લઈને આદેશ જાહેર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટી ઈવેન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે ધાર્મિક સ્થળો ખુલ્લા છે, ત્યાં ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
COVID19 | Maharashtra reports 925 new cases & 10 deaths today; Active caseload at 6,467
4 more patients have been found to be infected with Omicron in the state, taking the tally to 32. pic.twitter.com/zbmMYMcksL
— ANI (@ANI) December 15, 2021
મુંબઈમાં – 13
પિંપરી ચાંદીવાડમાં – 10
પુણેમાં – 2
ઉસ્માનાબાદમાં – 2
કલ્યાણ ડોમ્બિવલીમાં – 1
નાગપુરમાં – 1
લાતુરમાં – 1
વસઈ વિરારમાં – 1
બુલઢાણામાં – 1
આ સાથે બુધવારે ઓમિક્રોનના બંગાળમાં એક અને તેલંગાણામાં બે કેસની પુષ્ટિ થઈ છે. બંગાળમાં સાત વર્ષના બાળકમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું કે આ બાળક અબુ ધાબીથી હૈદરાબાદ થઈને પશ્ચિમ બંગાળ પરત ફર્યો છે. તે કોલકાતા એરપોર્ટથી માલદા તેના સંબંધીને મળવા ગયો હતો. તેને મુર્શિદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં 67 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. WHO અનુસાર અત્યાર સુધીમાં 77 દેશમાં તેની પુષ્ટિ થઈ છે. આ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે ઓમિક્રોને વિશ્વની ચિંતા વધારી છે.
આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરી ને ? BMCએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ