Video: શરદ પવારની પાર્ટીના કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને મારી થપ્પડ, ચંદ્રકાન્ત પાટીલે આપ્યુ આ નિવેદન

|

May 15, 2022 | 10:05 PM

ઘટના અંગે વિનાયક આંબેકરે કહ્યું કે તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ (tax consultant) પણ છે અને શુક્રવારે સોશિયલ મીડિયા (social media) પર એક પોસ્ટ લખી હતી, જેના વિશે પાર્ટીના સાંસદ ગિરીશ બાપટે તેમને માફી માંગવાનું કહ્યું હતું.

Video: શરદ પવારની પાર્ટીના કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને મારી થપ્પડ, ચંદ્રકાન્ત પાટીલે આપ્યુ આ નિવેદન
કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને થપ્પડ મારી

Follow us on

મહારાષ્ટ્રમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકર્તાએ કાર્યાલયમાં પ્રવેશ્યા પછી ભાજપના પ્રવક્તાને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભાજપના મહારાષ્ટ્ર (Maharashtra) એકમના નેતા વિનાયક આંબેકરે પૂણે પોલીસને ફરિયાદ કરી છે કે એનસીપીના ઓછામાં ઓછા 20 કાર્યકરોએ અહીં તેમની ઓફિસમાં તેમની સાથે મારપીટ કરી હતી. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એનસીપી કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

શું કહ્યું ચંદ્રકાંત પાટીલે?

ચંદ્રકાંત પાટીલે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું “મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકર પર એનસીપીના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ભાજપ વતી હું આ હુમલાની સખત નિંદા કરું છું. એનસીપીના આ ગુંડાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આપને જણાવી દઈએ કે વિનાયક આંબેકરે કહ્યું કે તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ પણ છે અને તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેના વિશે પાર્ટીના સાંસદ ગિરીશ બાપટે તેમને માફી માંગવા કહ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કહ્યું “આજે મને કોઈએ ફોન કર્યો અને કહ્યું કે તેણે ટેક્સ અંગે સલાહ લેવી છે. આ વ્યક્તિ 20 લોકો સાથે મારી ઓફિસમાં આવ્યો અને મને થપ્પડ મારી, ત્યારબાદ મારા ચશ્મા તૂટી ગયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે અને હું ઈચ્છું છું કે કેસ નોંધવામાં આવે. આ દરમિયાન એનસીપીના એક કાર્યકર્તાએ પણ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં અંબેકર વિરુદ્ધ ફરિયાદ કરી છે અને શરદ પવાર વિરૂદ્ધ પોસ્ટ લખવાનો આરોપ લગાવ્યો છે.

વાંધાજનક પોસ્ટ માટે અભિનેત્રી પોલીસ કસ્ટડીમાં

નોંધનીય છે કે અન્ય એક કેસમાં મહારાષ્ટ્રની કોર્ટે રવિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને શરદ પવાર વિશે સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ શેયર કરવા બદલ 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી 29 વર્ષીય ચિતાલેએ કથિત રીતે તેના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેયર કરી હતી તે પછી થાણે પોલીસે શનિવારે તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધી મુંબઈ, થાણે, પૂણે સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ તેની વિરુદ્ધ કેસ નોંધાયા છે. થાણે પછી મુંબઈના અંધેરી પવઈ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ નોંધાયેલા કેસમાં આઈપીસીની 153 એ, 500, 501 અને 505 જેવી કલમો લગાવવામાં આવી છે.

Next Article