Maharashtra : દક્ષિણ આફ્રિકામાંથી નવા ઓમિક્રોન વેરિયન્ટનો(Omicron Variant) પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ હવે તે ભારતમાં પણ પ્રવેશ્યો છે. ગુરુવારે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરવામાં આવી છે.જેને પગલે દેશભરમાં ચિંતા વધી છે.10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી(South Africa) મુંબઈ આવેલા વધુ નવ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, Omicron વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા
દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ 9 મુસાફરોમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં અગાઉની જેમ ગાઈડલાઈનમાં (Corona Guidelenes) કડકાઈ કરવામાં આવી છે.
જોખમને અટકાવવા માટે તંત્ર સતર્ક
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednkar) કહ્યું કે, યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને પહેલાથી જ ક્વોરેન્ટાઈન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મુંબઈના મેયરે કહ્યું કે કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ ફિલ્ડ હોસ્પિટલ, ઓક્સિજન બેડ અને આઈસીયુ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે સરકાર સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.
9 international travellers including one from South Africa who arrived at Mumbai International Airport between 10th Nov -2nd Dec have tested positive for COVID19. Their samples have been sent for genome sequencing: Brihanmumbai Municipal Corporation pic.twitter.com/sBHFMcv9LK
— ANI (@ANI) December 3, 2021
વિદેશથી આવતા પ્રવાસીઓને એક સપ્તાહ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે
મેયર કિશોરી પેડનેકરે દાવો કર્યો હતો કે, મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સાથે સંબંધિત એક પણ કેસ મળ્યો નથી.તેમ છતાં, વિદેશથી આવતા મુસાફરોને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ક્વોરેન્ટાઇન બાદ ફરીથી મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. BMCના(Bombay Municipal Corporation) એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, ગયા અઠવાડિયે લગભગ એક હજાર મુસાફરો આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા હતા.
આ પણ વાંચો : ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો
આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન