મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં કાબૂમાં, માસ્ક ના પહેરવા પર હવે નહીં થાય કોઈ કાર્યવાહી કે દંડ

|

Mar 23, 2022 | 9:43 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં કાબૂમાં આવી ગયું છે. આ જ કારણ છે કે મુંબઈ વહીવટીતંત્ર માસ્ક ન પહેરવા બદલ ક્લીન-અપ માર્શલ તરફથી કાર્યવાહીમાં કડક ના થવા પર વિચાર કરી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં કાબૂમાં, માસ્ક ના પહેરવા પર હવે નહીં થાય કોઈ કાર્યવાહી કે દંડ
File Image

Follow us on

હવેથી મુંબઈ (Mumbai)માં જો કોઈ માસ્ક પહેરવા (Mask Wearing)નું ભૂલી જશે અથવા તો માસ્ક ઘરમાં જ રહી જશે તો તેની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થશે નહીં. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (Mumbai Municipal Corporation) માર્શલ અને કર્મચારીઓને માસ્ક અંગે કડક ન બનવાની સૂચના આપી છે. જો કે કોરોના નિયમોના (Corona Rules) પ્રોટોકોલમાં માસ્ક ઉતારવા અથવા દૂર કરવા અંગે કોઈ સૂચના આપવામાં આવી નથી. તેના બદલે લોકોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર હવે માસ્ક નહીં પહેરવા બદલ કોઈ દંડ કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. થોડા જ દિવસોમાં મુંબઈકરોને રાહત અપાવનારા સમાચારની પુષ્ટી પ્રશાસન દ્વારા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં કાબૂમાં આવી ગયું છે. આ જ કારણ છે કે મુંબઈ વહીવટીતંત્ર માસ્ક ન પહેરવા બદલ ક્લીન-અપ માર્શલ તરફથી કાર્યવાહીમાં કડક ના થવા પર વિચાર કરી રહ્યું છે. જોકે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા માસ્ક મુક્તિની જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે તમારે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે. ફરક માત્ર એટલો છે કે જો કોઈ ભૂલથી માસ્ક પહેરવાનું ભૂલી જાય છે તો તેના પર હવેથી કોઈ કડકાઈ, સજા કે દંડ નહીં થાય.

અત્યાર સુધીમાં 120 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે મુંબઈમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી અત્યાર સુધીમાં 120 કરોડની રકમ વસૂલ કરવામાં આવી છે. મુંબઈના વિવિધ વોર્ડના માર્શલોનો કોન્ટ્રાક્ટ હવે પૂરો થઈ રહ્યો છે. હવે મુંબઈમાં નવી એજન્સી પસંદ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હવે મુંબઈના 24 વોર્ડ માટે 24 એજન્સી પસંદ કરવાને બદલે એક કેન્દ્રીય એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની યોજના છે. આ પછી નવી એજન્સી તે મુજબ તેના માર્શલોની ભરતી કરશે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

‘દંડની વસૂલાતની રકમ ગેરકાયદેસર છે, BMCએ પરત કરવી જોઈએ’

આ દરમિયાન હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી દંડ તરીકે જે પૈસા વસૂલવામાં આવ્યા છે તે ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવ્યા છે. તેથી હવે આ પૈસા પરત કરવામાં આવે. ફિરોઝ મીઠબોરવાલાએ લોકડાઉનના નુકસાનની ભરપાઈ કરવા માટે ગેરકાયદેસર રીતે લાદવામાં આવેલા નિયમો વિરુદ્ધ વળતર તરીકે 5 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, આ કાર્યવાહી માટેની અરજીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ સીતારામ કુંટે અને BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.

 આ પણ વાંચો: Gujarat માં કોસ્ટલ હાઇવેના વિકાસ માટે 1900 કરોડની જોગવાઈ, હાઇવે 10 મીટર પહોળો કરાશે

આ પણ વાંચો: દુશ્મનોની હવે ખેર નહીં, વધશે દેશની મારક ક્ષમતા, ભારતે કર્યુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

Next Article