Drug Case: આર્યન ખાનને ક્લીનચીટ મળ્યા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું નિવેદન, ‘સમીર વાનખેડે સામે કોઈ કાર્યવાહી નહીં થાય’

|

May 28, 2022 | 4:47 PM

કેન્દ્ર સરકાર દ્વારા સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ નાના પટોલેએ (Nana Patole) આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે વાનખેડે પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

Drug Case: આર્યન ખાનને ક્લીનચીટ મળ્યા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું નિવેદન, સમીર વાનખેડે સામે કોઈ કાર્યવાહી નહીં થાય
Nana Patole, Aryan Khan & Sameer Wankhede (File photo)

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પુરાવાના અભાવે મેગાસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન સહિત છ લોકોને ક્લીનચીટ આપી છે. શુક્રવારે આર્યન ખાન સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા. એનસીબીએ સ્વીકાર્યું કે આર્યન ખાન (Aryan Khan) પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી. એનસીબીએ પણ સાબિત કરી શક્યું નથી કે આર્યન ખાને દરોડા દરમિયાન ડ્રગ્સનું સેવન કર્યું હતું. એનસીબી એ પણ સાબિત કરી શક્યું નથી કે આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો ભાગ છે અને મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં લોકોને ડ્રગ્સ પૂરું પાડવામાં તેની કોઈ ભૂમિકા હતી. એનસીબીએ આર્યન ખાનને ક્લીનચીટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દરોડા અને તપાસનું નેતૃત્વ કરનાર મુંબઈ એનસીબીના તત્કાલિન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં નકલી જાતિ પ્રમાણપત્રના આધારે આઈઆરએસની નોકરી હડપ કરવાના મામલે પહેલેથી જ તપાસ હેઠળ રહેલા વાનખેડેની મુશ્કેલીઓ વધી છે. પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે વાનખેડે પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા નાના પટોલેએ કહ્યું, “કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સતત ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આ સ્પષ્ટ મત છે. આર્યન ખાનના મામલામાં કોંગ્રેસ આવું જ માની રહી છે. હું તમને સ્પષ્ટ કહું છું કે સમીર વાનખેડે સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. આ આવનારા સમયમાં સાબિત થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું સમીર વાનખેડે સામે કાર્યવાહીનો આદેશ નકલી છે?

NCBએ શુક્રવારે મુંબઈ સેશન્સ કોર્ટમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ છ હજાર પેજની ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ નથી. આનાથી સાબિત થાય છે કે NCBએ આર્યન ખાન ડ્રગ્સ કેસની બેજવાબદારીપૂર્વક તપાસ કરી હતી અને આર્યન ખાન સામે એક પણ આરોપ સાબિત કરી શકી નથી. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર સરકાર દ્વારા સમીર વાનખેડે વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ નાના પટોલેએ આ આદેશ પર શંકા ઉપજાવતા પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે.

હવે આર્યન ખાનને કોઈપણ પુરાવા વિના 26 દિવસ સુધી એનસીબી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની કાર્યવાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આર્યન સામે કંઈ સાબિત થઈ શક્યું નહોતું તો પછી આટલા લાંબા સમય સુધી આર્યન ખાનની પૂછપરછ અને તપાસ કયા આધારે ચાલી રહી હતી? જ્યારે આર્યન પાસે ડ્રગ્સ નહોતું, જ્યારે આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું ન હતું, જ્યારે આર્યન ખાન કોઈ ષડયંત્રનો ભાગ નહોતો, તો પછી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં લગભગ એક મહિના સુધી કેમ રાખવામાં આવ્યો? આ બધી બાબતોના જવાબ આવવાના બાકી છે. સમીર વાનખેડે પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Next Article