Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો

શનિવારે 65 લાખથી વધુ લોકોને વેક્સિન (Vaccine)આપવામાં આવી હતી,આ સાથે દેશમાં રસીકરણની કુલ સંખ્યા 63 કરોડ 67 લાખ 629 ને પાર પહોંચી ગઈ છે.

Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો
negative rtpcr report must for international passengers in Maharashtra
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:35 AM

Maharashtra :  મહારાષ્ટ્ર આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નિયમ એવા લોકોને પણ લાગુ પડશે કે જેમણે રસીના બંને ડોઝ (Vaccine Dose) લીધા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ નિયમ યુરોપિયન દેશો, મધ્ય-પૂર્વ દેશો અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસીઓ સહિત તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડશે.

ઉપરાંત આ અંગે મહારાષ્ટ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારના નવા નિયમ (Covid Guideline)મુજબ ભારતમાં આવતા તમામ વિદેશી પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત રહેશે.

શ્રીલંકામાં શરતો સાથે ભારતીય મુસાફરોને પ્રવેશ

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાએ શરતો સાથે ભારતીય મુસાફરો માટે  સરહદો ફરીથી ખોલી છે. સંપૂર્ણ રસીકરણ (Vaccinate)કરાયેલા ભારતીય મુસાફરોને RT-PCR રિપોર્ટ સાથે શ્રીલંકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મુસાફરોએ શ્રીલંકાની પ્રમાણિત હોટલમાં પહોંચ્યા પછી પણ પીસીઆર ટેસ્ટ(RT PCR Test) ફરજીયાત કરાવવાનો રહેશે. આ માહિતી શ્રીલંકાના ઉચ્ચ આયોગ દ્વારા આપવામાં આવી હતી.

બંગાળમાં પ્રતિબંધો 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં કોરોના મહામારીના પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. જોકે આમાં કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી છે. ઉપરાંત કોચિંગ સેન્ટરોને રાહત આપવામાં આવી છે. રાજ્યમાં કોચિંગ (Coaching Class)કેન્દ્રો હવે 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે.

તમિલનાડુમાં 1551 અને કર્ણાટકમાં 1229 કેસ નોંધાયા

આ સાથે તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1551 લોકો કોરોના સંક્રમિત થયા છે,જ્યારે 1768 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને સાથે 17 લોકોના મોત પણ થયા છે, જ્યારે કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં 1229 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.અને કોરોનાને કારણે વધુ 13 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો .

દેશમાં રસીકરણનો આંકડો 63 કરોડને પાર

સરકારના અહેવાલ મુજબ દેશમાં 65 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન (Vaccine)આપવામાં આવી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દેશમાં રસીકરણની કુલ સંખ્યા 63 કરોડ 67 લાખ 629ને પાર પહોંચી ગઈ છે. . તમને જણાવી દઈએ કે શુક્રવારે દેશમાં એક કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા, જે માટે પીએમ મોદીએ દેશને અભિનંદન પણ આપ્યા હતા.

 

આ પણ વાંચો: Maharashtra : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યુ ” તેમને મારી ટોપીના ‘કાળા’ રંગમાં વધુ રસ છે”

આ પણ વાંચો:  Mumbai: ‘ ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ 2050 સુધીમાં દરિયામાં ડૂબી જશે, BMC કમિશ્નરએ આપ્યું મોટું નિવેદન