આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

|

Dec 10, 2021 | 4:17 PM

NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી બદલ બોમ્બે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગી છે.

આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી
Nawab Malik

Follow us on

Nawab Malik : ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનુ નામ સામે આવ્યુ ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) NCB ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)  વિરુધ્ધ સતત ટિપ્પણી કરી રહ્યા હતા.ત્યારે હાલ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર તેમના નિવેદન માટે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) સમક્ષ બિનશરતી માફી માંગી છે.

મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

નવાબ મલિકે કોર્ટસમક્ષ કહ્યુ કે,હું નવેમ્બર 25 અને 29 નવેમ્બર 2021 ના આદેશોમાં  મારા બાંયધરીનાં ભંગના સંદર્ભમાં આ માનનીય અદાલતમાં(Bombay Highcourt)  મારી બિનશરતી માફી માગું છું.”મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, આ આદેશોનો ભંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

નવાબ મલિકે કર્યો આ ખુલાસો

નવાબ મલિકે જણાવ્યુ કે, “મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન આપવામાં આવેલા મારા જવાબો આ કોર્ટમાં આપેલા નિવેદનની મર્યાદામાં ન હતા. પરંતુ જ્યારથી મને સલાહ આપવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે કે, કોર્ટમાં આપેલા નિવેદનમાં  ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે, ત્યારથી મેં આપ્રકારની ટિપ્પણી ટાળી હતી.

શું છે સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે,નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડેના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જે સંદર્ભ 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ સમીર વાનખેડેને (Sameer Wankhede) રાહત આપી હતી. ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો હતો કે, તે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને જે આ મામલામાં હાઈકોર્ટે સમીર વાનખેડેને રાહત આપીને  મલિકને નિવેદન બાજી રોકવા જણાવ્યુ હતુ.

 

આ પણ વાંચો : Corona Update : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આ પણ વાંચો : MUKESH AMBANIના પૌત્ર AKASH AMBANIના પ્રથમ જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી, આ બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે

આ પણ વાંચો : ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

Published On - 3:32 pm, Fri, 10 December 21

Next Article