Maharashtra: આર્યન ખાન ડ્રગ્સ કેસ (Drugs Casse)થી શરૂ થયેલી નવાબ મલિક અને મુંબઈ NCB (Narcotics Control Bureau) વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. નવાબ મલિકે ફરી એકવાર વાનખેડે(Sameer Wankhede) પર નિશાન સાધ્યુ છે.
રવિવારે નવાબ મલિકે (Nawab Malik) પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ અને વાનખેડેને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાઓ સમીર વાનખેડેને તેમના પદ પર જાળવી રાખવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. આ સાથે મલિકે NCBના અધિકારીઓ પર સાક્ષીઓ પાસે પંચનામામાં ખોટી સહી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે પૂરાવા તરીકે NCB અધિકારી અને સાક્ષી વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ પણ બહાર પાડી હતી.
નવાબ મલિકે કહ્યું કે ‘એક સપ્તાહથી કહેવામાં આવી રહ્યું છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે. પરંતુ મને મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે કે તેઓ તેમના પોસ્ટિંગમાં વધારો કરે. તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરતા આ અધિકારીની ફરિયાદો અને અહેવાલો છતાં ભાજપના નેતાઓ તેને મુંબઈમાં જાળવી રાખવા આતુર છે. તેનો અર્થ શું છે? શું ભાજપ અને વાનખેડે વચ્ચે કંઈક સંબંધ છે?
Addressing the Press Conference. https://t.co/WNeQDVEuKu
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) January 2, 2022
નવાબ મલિકે પૂછ્યું કે ‘સમીર વાનખેડેનું એક્સટેન્શન 31મીએ પૂરું થયું ત્યારે તેમને કેમ રાહત ન મળી? અથવા તેનુ એક્સટેન્શન કેમ લંબાવવામાં આવ્યુ નહીં? આ અંગેનો નિર્ણય કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો? મને ખબર છે કે ભાજપના મોટા નેતાઓ તેમના માટે ગૃહ મંત્રાલયમાં લોબિંગ કરી રહ્યા છે. વાનખેડેને અહીં રાખવામાં આવે માટે તેઓ મથામણ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે હું આ મુદ્દો કોર્ટ સમક્ષ લાવીશ. મારી પાસે તેમની વિરુદ્ધ ઘણા પુરાવા છે, હું ભવિષ્યમાં તેમને સામે લાવીશ.
આ પણ વાંચો : Maharashtra : રાજ્યમાં ‘બુલ્લી બાઈ’ એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન