Sameer Wankhede Case : મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસને લઈને સમીર વાનખેડે પર અનેક આરોપ લગાવ્યા છે. ત્યારે SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક (Nawab Malik) તેમના આરોપો પર અડગ છે. તેણે ફરી એકવાર આરોપ લગાવતા કહ્યું કે સમીર વાનખેડેએ નકલી SC પ્રમાણપત્રની મદદથી નોકરી મેળવી છે અને અનુસુચિત જાતિના યુવાનોનો હક છીનવ્યો છે.
I stand by my statement that he’s (Sameer Wankhede) on post by forging SC certificate. He snatched away a poor SC’s rights. Fight against fraud not religion/caste. I urge Arun Haldar (National Commission for SC, Vice-Chairman) to maintain his post’s dignity: Nawab Malik, Maha min pic.twitter.com/kBAOv6kSRm
— ANI (@ANI) October 31, 2021
નવાબ મલિકે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષને કરી વિનંતી
NCP નેતા નવાબ મલિકે વધુમાં કહ્યું, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને (Arun Haldar) તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું. ઉપરાંત મલિકે કહ્યું, જ્યારે મેં સમીર વાનખેડે પર આરોપો લગાવવાનું શરૂ કર્યું, ત્યારે મારા પરિચિતોએ મને રોક્યો, મારા વકીલ પુત્રનું પણ અન્ય વકીલો દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, જેથી તે મને રોકી રહ્યો હતો.
When I started (allegations against Sameer Wankhede), people I know told me to stop.They said that Shah Rukh Khan is being told that his son is trapped as he(Khan) speaks. My lawyer son was being brainwashed by other lawyers.He used to tell me to stop: Maharashtra min Nawab Malik pic.twitter.com/bA4mm5qJ5G
— ANI (@ANI) October 31, 2021
કેટલાક લોકોએ ડ્રગ્સના કેસથી દૂર રહેવાની સલાહ આપી હતી
કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું કે, કેટલાક લોકોએ મને સલાહ આપી કે ડ્રગ્સ સંબંધિત (Cruise Drugs Case) મામલામાં પૈસા અને ગુંડા સામેલ છે. હું આમાં મારો જીવ પણ ગુમાવી શકું છું. આ માટે મને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેં કહ્યું કે અમે તેને તાર્કિક અંત સુધી લઈ જઈશું. જો કોઈ કહે કે તેઓ નવાબ મલિકને મારી નાખશે તો હું એ જ દિવસે મરી જઈશ.
સમીર વાનખેડેની વધી મુશ્કેલી
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના (Maharashtra) સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ શુક્રવારે કહ્યું હતું કે, જો કોઈ સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રની માન્યતા સામે વાંધો ઉઠાવશે અને સામાજિક ન્યાય વિભાગમાં ફરિયાદ નોંધાવશે, તો અમે આ બાબતની તપાસ કરીશું.
આ પણ વાંચો: Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ