Maharashtra: મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલ નવાબ મલિક (Nawab Malik) ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં (Bombay Highcourt) પહોંચ્યા છે. નવાબ મલિકે ED દ્વારા તેમની સામે નોંધાયેલ મની લોન્ડરિંગ કેસને રદ કરવાની અપીલ કરી છે. સાથે જ કોર્ટમાં કરેલી અરજીમાં તેણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.
નવાબ મલિકે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે માત્ર તેની મુક્તિ માટે કોર્ટમાં અપીલ કરી નથી પણ તેને ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવા અને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવા પણ કહ્યું છે.
Maharashtra minister and NCP leader Nawab Malik approaches Bombay High Court seeking to quash money laundering case registered against him by the Enforcement Directorate.
Malik in his plea says his arrest is illegal and has sought to be released immediately. pic.twitter.com/Y1EcleMsPN
— ANI (@ANI) March 1, 2022
તમને જણાવી દઈએ કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ED નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજો કસવા જઈ રહી છે. EDએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે અને મલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાંબી પૂછપરછ બાદ 23 ફેબ્રુઆરીએ ED દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ PMLAએ કોર્ટે તેને મની લોન્ડરિંગ કેસમાં આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યા છે. નવાબ મલિક હાલમાં EDની કસ્ટડીમાં છે અને તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
નવાબ મલિક પર આરોપ છે કે તેણે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લમ્બરની 300 કરોડની જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેમાં 20 લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. તેમજ આ જમીનના માલિકને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. તેના બદલે આ જમીન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધિત વ્યક્તિઓના નામે પાવર ઓફ એટર્ની દ્વારા તેમને આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે લેવામાં આવી હતી.