Maharashtra : NCP નેતા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik) કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે પણ આ જ રમત રમવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
નવાબ મલિકનો ગંભીર આરોપ
એજન્સીઓ રાજ્યમાં અનિલ દેશમુખની (Anil Deshmukh) ભરમાર ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. સાથે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના પુરાવા હોવાનો પણ દાવો કર્યો હતો.વધુમાં નવાબ મલિકે કહ્યું, આર્યન ખાન ડ્રગ્સ કેસની છેતરપિંડી સામે મેં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારથી મારા અને મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે. આ જાસૂસોનો અમારા શુભેચ્છકોએ પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા. મને આમાંના એક શંકાસ્પદ વિશે જાણવા મળ્યું છે. તે સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધ પોસ્ટ કરે છે. તે ભાજપ સાથે સંબંધિત હોવાની માહિતી મળી રહી છે.
ખોટી ફરિયાદ નોંધાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ
આ દરમિયાન નવાબ મલિકે કહ્યું, “જે રીતે ખોટી ફરિયાદ નોંધીને અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તે જ મારી સાથે કરવામાં આવી રહ્યું છે. જો કોઈ એવું વિચારે છે કે આનાથી મને ડર લાગશે તો તે તેની ગેરસમજ છે. મને આ ષડયંત્રના પુરાવા મળ્યા છે. કેન્દ્રીય અધિકારીઓ (Central Officers) મારી વિરુદ્ધ ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
ઉપરાંત તેમણે દાવો કર્યો કે, મારી પાસે કેન્દ્રીય અધિકારીઓની વોટ્સએપ ચેટ છે. હું મુંબઈ પોલીસ કમિશનરને આ માહિતી આપીશ અને સંપૂર્ણ તપાસની માંગ કરીશ. આ અંગે હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) પણ પત્ર લખવાનો છું. જો તેમના અધિકારીઓ આ પ્રકારનું કામ કરતા હોય તો તેઓ શું પગલાં લે છે, તે જોવાનું રહેશે.
આ પણ વાંચો : શું આવતા વર્ષે શરૂ થશે ‘ગગનયાન’ મિશન? કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન