Navneet Rana: દિલ્હી પોલીસમાં નવનીત રાણાએ નોંધાવી FIR, ફોન પર મળી રહી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ

|

May 26, 2022 | 8:38 PM

એફઆઈઆર નોંધાવતી વખતે નવનીત રાણાએ (MP Navneet Rana) કહ્યું છે કે તેને વારંવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકી (Threat of death) આપવામાં આવી રહી છે.

Navneet Rana:  દિલ્હી પોલીસમાં નવનીત રાણાએ નોંધાવી FIR, ફોન પર મળી રહી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
Navneet Rana (file photo)

Follow us on

મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ (Navneet Rana) એફઆઈઆર નોંધાવી છે. નવનીત રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેની સામે સાંસદે દિલ્લી પોલીસ (Delhi Police)માં ફરિયાદ નોંધાવી છે. એમપી રાણાએ નવી દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆર નોંધાવતી વખતે નવનીત રાણાએ કહ્યું છે કે તેને વારંવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકી (Threat of death) આપવામાં આવી રહી છે. ધમકીમાં તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મહારાષ્ટ્ર ન આવે. જો તે મહારાષ્ટ્ર આવશે તો તેમને મારી નાખવામાં આવશે.

અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવનીત રાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે સાંજે 5.27 વાગ્યાથી 5:47 વાગ્યા સુધી તેમના પર્સનલ મોબાઈલ ફોન નંબર પર 11 કોલ આવ્યા હતા. ફોન કરનારે તેમની સાથે અયોગ્ય રીતે વાત કરી હતી. ફોન કરનારે તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે જો તેઓ ફરીથી હનુમાન ચાલીસા વાંચશે તો તેમને મારી નાખવામાં આવશે. ફોન કરનારે તેમને મહારાષ્ટ્ર પરત ન ફરવાની ચેતવણી પણ આપી છે.

નવનીત રાણાની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, હનુમાન ચાલીસા વાંચવાની જીદને કારણે વિવાદ વધી ગયો હતો

સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી. રાણા દંપતી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવા માટે મક્કમ હતા. આ પછી પોલીસે રાણા દંપતીને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આવી સ્થિતિમાં રાણા દંપતીએ માતોશ્રી જવાની જીદ છોડી દીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શિવસૈનિકો પોલીસ બેરીકેડ તોડી રાણા દંપતીના બિલ્ડીંગ પાસે પહોંચ્યા હતા અને તેમને ઘેરી લીધા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શિવસૈનિકોએ અમરાવતીના ઘરની બહાર પણ પથ્થરમારો કર્યો હતો. આ પછી, પોલીસે સાંજે તેમને કસ્ટડીમાં લીધા અને તેમને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. રાણા દંપતીની ફરી ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે સરકારી કામકાજમાં દખલ કરવા સહિત રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને પણ નવી મુંબઈની તલોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા. 11 દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.

જામીન આપતી વખતે મુંબઈ સેશન્સ કોર્ટે તેમની સમક્ષ ત્રણ શરતો મૂકી હતી. તેમને આ કેસ અંગે મીડિયા સાથે વાતચીત કરવાની મનાઈ ફરમાવવામાં આવી. મુક્તિ પછી પુરાવા સાથે ચેડા કરવાની મનાઈ છે. આવા ગુનાનું પુનરાવર્તન કરવું પ્રતિબંધિત છે. આ શરતોનું ઉલ્લંઘન કરવા પર જામીન રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Next Article