Mumbai: 1લી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં થવા જઈ રહ્યો છે વધારો, મુંબઈગરાઓ પર આવશે આટલો બોજ

|

Sep 24, 2022 | 9:07 AM

ઓટોમાં બેસવા માટે હવે પહેલા કરતા બે રૂપિયા વધારે ચૂકવવા પડશે, તે જ પ્રમાણે જો ટેક્સીમાં મુસાફરી કરવી હોય તો પહેલાની સરખામણીમાં ત્રણ રૂપિયા ભાડું વધારે ચૂકવવું પડશે.

Mumbai: 1લી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં થવા જઈ રહ્યો છે વધારો, મુંબઈગરાઓ પર આવશે આટલો બોજ
File Image

Follow us on

મુંબઈમાં (Mumbai )ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી હવે મોંઘી થવા જઈ રહી છે. કારણ કે 1 ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં (Fare )વધારો થવા જઈ રહ્યો છે. સીએનજીના ભાવમાં સતત વધારાના કારણે ઓટો અને ટેક્સી યુનિયનની માંગણીઓ આખરે મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મંત્રાલયમાં મળેલી બેઠકમાં ભાડું વધારવાના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે જો તમે મુંબઈમાં ઓટોમાં બેસો છો તો તમારા માટેનું મીટર હવે રૂ.21ને બદલે ઓછામાં ઓછા રૂ.23  થશે. તેવી જ રીતે ટેક્સીમાં બેસવા માટે હવે લઘુત્તમ ભાડું 25 રૂપિયાને બદલે 28 રૂપિયા રહેશે.

આ વધેલું ભાડું 1 ઓક્ટોબરથી લાગુ થશે. છેલ્લા કેટલાક દિવસોમાં સીએનજીનો દર 49 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગયો છે. જેના કારણે ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોના સંગઠને ભાડું વધારવાની મંજૂરી માંગી હતી. અગાઉ માર્ચ 2021માં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો.

સીએનજી ખરીદવું મોંઘું થઈ રહ્યું હતું, તેથી ભાડું વધારવું પડ્યું

સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ઓટો અને ટેક્સી ડ્રાઈવર્સ અને ઓનર્સ એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો સોમવારથી હડતાળ પર જવાની પણ સંગઠને ચીમકી આપી હતી. આ પહેલા શુક્રવારે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત અને ઓટો ટેક્સી ડ્રાઈવરોના સંગઠન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાડું વધારવાનો નિર્ણય લેવાયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઈગરાઓ પર આવશે બોજો

પહેલી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો થતાની સાથે જ હવે મુંબઈગરાઓ મુસાફરી કરવા આર્થિક બોજો ઉઠાવવો પડશે. કારણ કે ઓટોમાં બેસવા માટે હવે પહેલા કરતા બે રૂપિયા વધારે ચૂકવવા પડશે, તે જ પ્રમાણે જો ટેક્સીમાં મુસાફરી કરવી હોય તો પહેલાની સરખામણીમાં ત્રણ રૂપિયા ભાડું વધારે ચૂકવવું પડશે. મંત્રાલય દ્વારા ભાડું વધારવાની મંજૂરી આપી દેતા આખરે તેના પર અમલ આવતા મહિનાની પહેલી તારીખથી શરૂ થઈ જશે. સીએનજી ખરીદવું મોંઘુ પડતા લાંબા સમયથી રીક્ષા અને ટેક્સી ચાલકો ભાડા વધારવાની માંગણી કરતા આવ્યા હતા.

Next Article