Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત

|

Sep 10, 2021 | 9:28 AM

મુંબઈમાં ગુરૂવારે કોરોનાના (Corona)વધુ 530 નવા કેસ નોંધાયા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરમાં નિયમો કડક કરવામાં આવ્યા છે.તહેવારો સુપર સ્પ્રેડર ન બને તે માટે શહેરમાં 10 થી 19 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Maharashtra :  ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત
mumbai section 144 imposed for ganpati mohatsav

Follow us on

Maharashtra :  ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે શહેરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. ઉત્સવોમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા જતા કેસોને જોતા વહીવટીતંત્ર ગણેશ ઉત્સવ પ્રસંગે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતુ નથી. જેથી સાવચેતીના ભાગ રૂપે શહેરમાં ગણપતિ ઉત્સવ (Ganesh Festival) પ્રસંગે કલમ 144 લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર શહેરમાં 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં. ઉપરાંત કોઈપણ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે ગણપતિ નિમિત્તે પંડાલ મુંબઈમાં (Mumbai) આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને જોતા પંડાલોમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભક્તો ગણપતિ બાપ્પાના માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે

મુંબઈના લોકો હવે ગણપતિ બાપ્પાને ઓનલાઈન જ (Online) જોઈ શકશે, કારણ કે નવા આદેશ અનુસાર લોકોને પંડાલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું (Social distance) ચુસ્તપણે પાલન કરવું પડશે.પરંતુ હવે પંડાલમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

કોરોના સંક્રમણમાં સતત વધારો

ગુરૂવારે મુંબઈમાં કોરોનાના વધુ 530 નવા કેસ સામે આવ્યા છે. વધતા સંક્રમણને (Corona) જોતા કોરોના નિયમો કડક કરવામાં આવ્યા છે. તહેવારોમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબુ ન બને તે માટે શહેરમાં કલમ 144 લાદવામાં આવી છે. આ નવા આદેશ અનુસાર એક જગ્યાએ પાંચથી વધુ લોકોને ભેગા થવા દેવામાં આવશે નહીં. પોલીસ કમિશનર એસ ચૈતન્ય (S Chaitnaya)દ્વારા જાહેર કરાયેલા આદેશમાં BMC અને ગૃહ વિભાગની સૂચનાઓ ટાંકવામાં આવી છે.

શહેરમાં કલમ 144 લાદવામાં આવી

કોરોનાની ત્રીજા લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ સરકાર કોઈપણ પ્રકારની બેદરકારી લેવા માંગતી નથી. BMC એ ગણેશ ઉત્સવ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. BMCએ(Bombay Municipal Corporation) જણાવ્યુ હતું કે પંડાલોમાં અને વિસર્જન દરમિયાન 10 થી વધુ લોકોને ગણપતિની મૂર્તિમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત માત્ર 5 લોકો તેમના ઘરે ગણપતિ લાવવા માટે હાજર રહી શકશે.તેમજ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું તેમજ સામાજિક અંતરનું સખત પાલન કરવું આવશ્યક રહેશે.

 

આ પણ વાંચો: Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

આ પણ વાંચો:  Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

Published On - 8:37 am, Fri, 10 September 21

Next Article